નિકે પિતા સામે પત્ની પ્રિયંકા ચોપરાની ખૂબ કરી પ્રશંસા
મુંબઈ, અમેરિકન સિંગર નિક જાેનસે પત્ની-એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાના વખાણ કરતાં કહ્યું હતું કે, તેણે જે કંઈ સારું કર્યું તે તેના કારણે છે. પિતા કેવિન જાેનસના પોડકાસ્ટના લેટેસ્ટ એપિસોડમાં તે હાજર રહ્યો હતો. આ દરમિયાન તેણે પ્રિયંકા સાથેની વાતચીતને ‘અમુલ્યૂ’ ગણાવી હતી તો દીકરી માલતી મેરીને પર્ફેક્ટ ગણાવી.
નિકે કહ્યું હતું કે ‘મેં જીવનમાં જે કંઈ સારું કર્યું છે તે પ્રિયંકાના કારણે. મારી અને તેની વચ્ચે એક એવું કનેક્શન છે, જ્યાં અમે બેસીને કામ હોય કે પછી અન્ય કોઈ વસ્તુ ખૂબ જ સરળતાથી કરી લઈએ છીએ. મને ખબર છે કે મારી પત્ની ગમે તેવી ખરાબ સ્થિતિ આવશે પરંતુ મારી સાથે રહેશે. દીકરી માલતી મેરીનો જન્મ થયો તેની ખુશીને પણ નિક જાેનસે વર્ણવી હતી.
તેણે કહ્યું હતું ‘જ્યારે મારી દીકરીનો જન્મ થયો ત્યારે કંઈક અલગ જ અનુભવ રહ્યો હતો, જે હું અહીંયા કહેવા માગતો નથી. જ્યારે તમારી પાસે બાળક હોય ત્યારે તમે બાકી બધી બાબતોની ચિંતા કરતાં નથી. તમને કોઈના વિશે વિચારતા નથી. તમે કોઈને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરતાં નથી.
કારણ કે તમે જે વ્યક્તિનું સર્જન કર્યું છે તેની તમે સારી રીતે કાળજી લો છો’. આ સાથે તેણે ૧૦ મહિનાની માલતીને ‘પર્ફેક્ટ’ કહી હતી. નિકે જાહેર પ્લેટફોર્મ પર પત્ની પ્રિયંકાના વખાણ કર્યા હોય તેવું પહેલીવાર નથી બન્યું. આ પહેલા પણ તે ઘણીવાર તેની પ્રશંસા કરી ચૂક્યો છે.
જણાવી દઈએ કે, માત્ર છ મહિનાના ડેટિંગ બાદ પ્રિયંકા ચોપરા અને નિક જાેનસે સંબંધોને આગળ લઈ જવાનું નક્કી કર્યું હતું. ડિસેમ્બર ૨૦૧૮માં રાજસ્થાનના જાેધપુરમાં આવેલા ઉમૈદ ભવનમાં કપલના લગ્ન થયા હતા. તેમણે પહેલા હિંદુ અને ત્યારબાદ ક્રિશ્ચિન વિધિથી લગ્ન કર્યા હતા.
આ વર્ષના જાન્યુઆરી મહિનામાં સરોગસીથી તેમના ઘરે માલતી મેરીનો જન્મ થયો હતો. વર્ક ફ્રંટની વાત કરીએ તો, હાલમાં લાસ વેગાસમાં નિક જાેનસનો કોન્સર્ટ યોજાયો હતો. તો બીજી તરફ પ્રિયંકા ચોપરા ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થનારી વેબ સીરિઝ ‘સિટાડેલ’માં જાેવા મળવાની છે.
આ સિવાય એક્ટ્રેસ બોલિવુડમાં કમબેક કરવાની તૈયારી કરી છે. તે ફરહાન અખ્તરની ગર્લ રોડ ટ્રિપ પર આધારિત ફિલ્મ ‘જી લે ઝરા’માં કેટરીના કૈફ અને આલિયા ભટ્ટ સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે.SS1MS