NCC ગ્રુપ મુખ્યાલય દ્વારા એન.સી.સી.દિવસની ભવ્ય ઉજવણી
અમદાવાદ, ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ નાં કમાંડિંગ અધિકારી કર્નલ શ્રીકાંત નટરાજન નાં નેતૃત્વ હેઠળ ગ્રુપ મુખ્યાલય વલ્લભ વિદ્યાનગર અંતર્ગત ૪ ગુજરાત ગર્લ્સ બટાલિયન એન.સી.સી., આણંદ અને ૪ ગુજરાત બોયઝ બટાલિયન એન.સી.સી.,
વલ્લભ વિદ્યાનગર નાં સંયુક્ત ઉપક્રમે શ્રી એન એસ.પટેલ આર્ટસ (ઓટોનોમસ) કોલેજનાં પ્રાચાર્ય ડો.મોહનભાઈ પટેલ તેમજ કોલેજના એ.એન.ઓ. ડૉ.મેજર પ્રતીક્ષા પટેલ અને લેફટ.જે. ડી.વાળાએ આ કાર્યક્રમ માં સક્રિય ભાગ માટે કેડેટો ને પ્રોત્સાહિત કર્યા હતા.
એન.સી.સી.દિવસ નાં ઉપલક્ષ માં વિવિધ કાર્યક્રમો જેમકે રકતદાન કેમ્પ, પોસ્ટર મેકિંગ, નિબંધ લેખન, રંગારંગ કાર્યક્રમ માં કેડેટો અતિ જાેશ અને ઉત્સાહ થી ભાગ લીધો. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન બટાલિયન નાં વહીવટી અધિકારી મેજર કવિતા નાં માર્ગદર્શન હેઠળ
એ.એન.ઓ. મેજર ડૉ. પ્રતિક્ષા પટેલ અને લેફટનેંટ જે.ડી.વાળા એ કર્યું હતું.આ કાર્યક્રમ નાં ઇનામ વિતરણ સમારોહ માં કેડેટો ને બ્રિગેડિયર આશિષ રંજન(વિશિષ્ટ સેવા મેડલ),ગૃપકમાંડર વી.વી.નગર ગ્રુપ મુખ્યાલય , અતિથિ વિશેષ ડૉ.શ્રી ભીખુભાઇ પટેલ તેમજ આચાર્ય ડૉ.મોહનભાઈ પટેલ નાં હસ્તે થાળ સૈનિક કેમ્પ દિલ્હી માં
ઉત્કૃષ્ટ કામગીરી માટે એ.એન.ઓ.સ્ટાફ અને ગર્લ્સ બટાલિયન એન.સી.સી. આણંદ નાં કેડેટો ને સ્મૃતિચિન્હ અર્પણ કરી તેમનાં જાેશ, આત્મ વિશ્વાસ અને ઉત્સાહ માં વધારો કર્યો હતો. બ્રિગેડિયર આશિષ રંજન, (વિશિષ્ટ સેવા મેડલ) ગ્રુપ કમાંડર વી.વી.નગર ગ્રુપ એ પોતાના વક્તવ્ય માં એન.સી.સી.દિવસ ની શુભેચ્છા આપી
પ્રસંગ ને અનુરૂપ વક્તવ્ય માં એન.સી.સી. કેડેટો ઊંચાઈ નાં આયામ સિદ્ધ કરે એમ જણાવ્યું હતું. આ કાર્યક્રમ માં ગર્લ્સ દ્વારા કરાટે નું પણ નિદર્શન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ માં ૬ એ.એન.ઓ.,પી.આઇ. સ્ટાફ, જી.સી.આઇ. તેમજ ૩૨૫ કેડેટો એ ભાગ લીધો હતો.