કેવડિયા ગામે અગમ્ય કારણોસર મકાનમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ
(પ્રતિનિધિ) વિરપુર, મહીસાગર જિલ્લાના વિરપુર તાલુકાના કેવડિયા ગામે મસૂરભાઈ મોતીભાઈ ખાંટના મકાનમાં રાત્રીના આશરે ૩ વાગે અચાનક આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી જેમાં ઘર માલિકને એક લાખ રૂપિયાથી વધુનું નુકસાન થવા પામ્યું હતું.મોડી રાત્રે મકાનમાં અચાનક લાગેલી આગથી કેવડિયા ગામે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો વિરપુર તાલુકાના કેવડિયા ગામના મંદિરવાળા ફળિયામાં મસૂરભાઈના લાકડાની છત વાળા મકાનમાં ઘાસના પૂળા પડેલા હોવાથી આગ વધુ પ્રસરી હતી અચાનક આગ લાગતા ઘરમાંથી પરિવારજનો તો હેમખેમ બહાર આવી ગયા હતા પરંતુ મકાનના રહેલા કપડાં,દસ્તાવેજ તેમજ ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી.આગનું સ્વરુપ એટલું વિકરાળ હતુ કે જાેતજાેતામાં આખા મકાનને જપટમાં લઈ લીધું હતું.
લાકડાના ઘરમાં ઘાસના પૂળા પડેલા હોવાથી આગ જલદી પ્રસરી હતી. આગની જાણ થતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને તેઓએ પાણીનો મારો શરુ કરી દીધુ હતુ.પરિવારજનોને અંદાજે રુ.૧લાખથી વધારેનુ નુકસાન થયું હોવાનું તલાટીને દ્રારા જણાવ્યું હતું. ત્યારે ગામના સરપંચ કવનભાઈ પટેલે મળવાપાત્ર સહાય આપવાની હૈયાધારણા આપી હતી.