પૂર્વ આરોગ્યમંત્રી જ્યનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપ્યુ

(એજન્સી)પાટણ, ગુજરાત વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાના મતદાન આડે માત્ર ૪ દિવસ બાકી છે. ત્યારે ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. હાલ ગુજરાતની રાજનીતિમાં મોટો વળાંક આવી રહ્યો છે. સિદ્ધપુર વિધાનસભા બેઠક પર રાજકીય વળાક દેખાઈ રહ્યો છે.
પૂર્વ આરોગ્યમંત્રી ડૉ જ્યનારાયણ વ્યાસ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં દેખાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ડૉ જ્યનારાયણ વ્યાસે કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોરને સમર્થન આપ્યું છે. વામૈયા ગામે સિદ્ધપુર કોગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરની સભામાં ડો.જયનારાયણ વ્યાસે હાજરી આપી છે.
ડો.જયનારાયણ વ્યાસે સભામાં લોકોને ચંદનજી ઠાકોરને મત આપી જીતાડવા માટે અપીલ કરી હતી. તમને જણાવી દઈએ કે, ડો. જયનારાયણ વ્યાસ ભાજપના સિનિયર નેતા હતા અને તેમણે થોડા સમય અગાઉ પક્ષ સામે નારાજગી વ્યક્ત કરીને તમામ પદેથી રાજીનામું આપ્યું હતું. ત્યારે ૨૦ દિવસ બાદ ભાજપ સામે ઉતર્યા છે.
ડો. જયનારાયણ વ્યાસ સિધ્ધપુર બેઠક માટે ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ મામલે નેગેટીવ ચર્ચાઓ બાદ તેઓએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.