યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરીશુંઃ નડ્ડા
અમદાવાદ, ભાજપનાં આધ્યક્ષ જેપી નડ્ડાએ યુનિફોર્મ સિવિલ કોડને લઇને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે સમાન નાગરિક સંહિતા એક રાષ્ટ્રીય મુદો છે. તેને વધુને વધુ રાજ્યોમાં લાગૂ પાડવો જાેઇએ. તેમણે વિપક્ષ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ વિરોધી પાર્ટીઓ વિશેષરૂપે આપ અને કોંગ્રેસ જાણે છે કે તે ગુજરાતની સત્તામાં આવશે નહી. તેથી જ તે પોતાના માટે જરૂરી ધને અને બજેટનો હિસાબ કર્યા વિના મફતની ઘોષણા કરે છે.
યુનિફોર્મ સિવિલ કોડ પર પૂછવામાં આવેલ એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું કે અમારી પાર્ટી વારંવાર આ મુદાને લઇને વાત કરે છે. તેમણે કહ્યું કે આ મુદો પાર્ટી માટે એક રાષ્ટ્રીય મુદો છે અમે તેના માટે પ્રતિબદ્ધ પણ છે. દેશનાં સંસાધનો પર તમામનો સમાનરૂપે હક છે તેથી સમાન નાગરિક સંહિતા એક સ્વાગત યોગ્ય પગલું છે.
તેમણે કહ્યું કે દેશ અને સમાજ વિરૂદ્ધી કામ કરવાવાળી શક્તિઓ પર નજર રાખવાની જવાબદારી રાજ્યની છે. તેમણે માનવ શરીરનું ઉદાહરણ આપતાં કહ્યું કે જે રીતે શરીરમાં એન્ટી બોડી ખરાબ કોષિકાઓ પર નજર રાખે છે અને તેનો નાશ કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે તેવી જ રીતે દેશમાં રાષ્ટ્ર વિરોધી કોષિકાઓ પર નજર રાખવાનું કામ રાજ્યનું છે.
તેમણે કહ્યું કે કેટલીક રાષ્ટ્રવિરોધી કોષિકાઓ ભૂમિગત થઇ કામ કરે છે તેમના પર નજર રાખવા માટે એન્ટી રેડિક્લાઇઝેશન સેલની આવશ્યકતા રહે છે.
જે.પી નડ્ડાએ કહ્યું કે ચૂંટણીને લઇને ટિકીટ વિશુદ્ધ રૂપથી જીતવાની ક્ષમતાનાં આધાર પર દેવામાં આવે છે. નડ્ડાએ ઉદાહરણ આપતાં કહ્યું કે સ્વર્ગીય ડૉ. એપીજે અબ્દુલ કલામ ભાજપનાં સમર્થનથી રાષ્ટ્રપતિ બન્યાં હતાં. આ સિવાય કેન્દ્રની મોદી સરકારે મુસ્લિમ રાજ્યપાલોને પણ નિયુક્ત કર્યા છે. અમે સૌનો સાથ-સૌનો વિકાસ, સિદ્ધાંતનું પાલન કરીએ છીએ.
ભાજપનાં ઘોષણાપત્રમાં વિપક્ષિયોની જેમ મફતનાં વાયદાઓ પર જવાબ આપતાં કહ્યું કે કોઇએ પણ સશક્તિકરણ અને આકર્ષણની વચ્ચે તફાવત કરવો જાેઇએ. ભાજપની વિરોધી પાર્ટીઓ વિશેષરૂપે આપ અને કોંગ્રેસ જાણે છે કે તે ગુજરાતની સત્તામાં આવી શકશે નહીં.
તેથી તે પોતાના માટે આવશ્યક ધન અને બજેટનો હિસાબ કર્યાં વિના મફતની ઘોષણા કરી શકે છે પરંતુ અમારી યોજનાઓ અને કાર્યક્રમ ગરીબો અને જરૂરિયામંદોને સશક્ત બનાવવા માટે છે . આ મફતનાં ઉપહારોની જેમ નથી કે જે બધાં માટે મફતમાં હોય.