ગ્રામજનોએ ઉધડો લેતા ધારાસભ્યએ ગાડીમાં બેસી ચાલતી પકડી
ભાજપના ધારાસભ્ય અભેસિંહ તડવીને સંખેડામાં કડવો અનુભવ થયો
છોટા ઉદેપુર, ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા જતાં અનેક ઉમેદવારોને કડવા અનુભવ થયા છે. આ તરફ સંખેડા વિધાનસભાના ભાજપના ઉમેદવારનો ગ્રામજનોએ વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે. એક ગામમાં પ્રચાર કરતી વખતે ૫ વર્ષમાં એક રૂપિયો પણ ગામમાં ન આપ્યા હોવાનો આક્ષેપ કરી ગામલોકોએ ભારે વિરોધ નોંધાવતા ભાજપના ઉમેદવાર સ્થળ છોડી કારમાં બેસી જતાં રહ્યા હતા.
છોટા ઉદેપુર જિલ્લાની સંખેડા વિધાનસભા સીટ ઉપર ભાજપે વર્તમાન ધારાસભ્ય અભેસિંહ તડવીને રિપીટ કર્યા છે. ધારાસભ્ય અને ઉમેદવાર અભેસિંહ તડવી તાંદલજા ગામે ચૂંટણી પ્રચાર અર્થે પહોંચ્યા હતા.
જ્યાં ગ્રામજનોએ ગામમાં વિકાસ ન થયો હોવાનું કહી તેમનો વિરોધ કર્યો હતો. આ તરફ ગ્રામજનોએ ઉધડો લેતા ધારાસભ્ય ગાડીમાં બેસી ચાલતી પકડી હોવાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઉપલેટા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ જણાવ્યું હતું કે,
મીડિયામાં ચાલતુ હતુ કે લલિત વસોયા ભાજપમાં જશે. આ સાથે તેમણે કહ્યું કે, ભાજપના મિત્રો એ મારા નામનો ગ્લોબલ પ્રચાર કરાવ્યો પણ હું કોંગ્રેસ નહીં છોડુ જે દિવસે છોડીશ ત્યારે ઘરમાં બેસી જઇશ. આ સાથે કહ્યું કે, કોંગ્રેસમાં નહીં હોઉ તે દિવસે ઘરે બેસી જઈશ અને ખેતી કરીશ પણ આ હરામીઓ ભેગો નહીં જાવ તેવી ખાતરી આપું છું.
ઉત્તર ગુજરાતની બનાસકાંઠા જિલ્લાની દાંતા વિધાનસભાના ભાજપના ઉમેદવાર લાધુ પારઘીનો વિવાદિત નિવેદન સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, વિધાનસભાનું ચૂંટણીને લઈ ચૂંટણી સભામાં લાધુ પારઘીએ વિવાદિત નિવેદન આપ્યું છે. વાત જાણે એમ છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં લાધુ પારઘીએ કહ્યું હતું કે, હું જીત્યા પછી ખોળામાં નહિ ટોપલામાં ખુલ્લેઆમ દારૂ વેંચાવીશ.