Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશના CM યોગીનો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨ જાહેર સભાઓ અને બે રોડ શો કરી ચૂક્યા છે

અમદાવાદ,  ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીને હવે માત્ર ચાર દિવસ જ બાકી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથની ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. સીએમ યોગી ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨ જાહેર સભાઓ અને બે રોડ શો કરી ચૂક્યા છે.

સીએમ યોગી એ ૨૬ નવેમ્બરે વિરમાગામમાં રોડ શો કર્યો હતો. આ અગાઉ, તેઓ સુરતના પાટીદારોના ગઢ ગણાતા વરાછામાં રોડ શો માટે પહોંચ્યા હતા. ગુજરાતમાં બુલડોઝર બાબા તરીકે જાણીતા યોગી આદિત્યનાથ જાહેર સભાઓને સંબોધિત કરવાની સાથે મંદિરોમાં પ્રાર્થના પણ કરી રહ્યા છે.

જ્યારે તેઓ દ્વારકા પહોંચ્યા, ત્યારે તેઓ ત્યાંના દ્વારકાધીશ મંદિરે ખાસ ગયા હતા, તેવી જ રીતે તેમની સોમનાથની મુલાકાત દરમિયાન તેઓ બાબા સોમનાથના દર્શન કરવા ગયા હતા અને ત્યારબાદ ચૂંટણીનો કાર્યક્રમ શરૂ કર્યો હતો.

અમદાવાદ ગ્રામ્યની વિરમગામ બેઠક પર યોગી આદિત્યનાથના રોડ શોમાં એક અલગ જ દ્રશ્ય જાેવા મળ્યું હતું. યોગી આદિત્યનાથ જ્યારે પાર્ટીના ઉમેદવાર હાર્દિક પટેલના સમર્થનમાં રોડ શો માટે પહોંચ્યા ત્યારે તેમના રોડશોમાં ભાજપ કરતાં વધુ ભગવા ઝંડા જાેવા મળ્યા હતા.

હાલ આ બેઠક કોંગ્રેસ પાસે છે. પાટીદાર આંદોલનમાંથી બહાર આવેલા હાર્દિક પટેલ અહીંથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. યોગી આદિત્યનાથની ગુજરાત મુલાકાતોમાં પણ હિન્દુ વાહિનીની સક્રિયતા જાેવા મળી રહી છે. આ જ કારણ હતું કે, યોગી આદિત્યનાથના રોડ શોમાં ભગવો માહોલ જાેવા મળ્યો હતો.

યોગી આદિત્યનાથે ૧૮ નવેમ્બરથી ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો હતો. ત્યારથી યોગી આદિત્યનાથ સતત ગુજરાતની મુલાકાતે છે. યોગી આદિત્યનાથે ગુજરાતના મોરબીમાં તેમની પ્રથમ ચૂંટણી રેલી યોજી ત્યારે, તેમનું બુલડોઝર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પછી સીએમ યોગી આદિત્યનાથ ૨૧, ૨૩ અને ૨૬ નવેમ્બરે પ્રચાર માટે ગુજરાત પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે અત્યાર સુધીમાં દ્વારકા, કચ્છ, મોરબી, સુરત, નસવાડી, મહેમદાવાદ, પોરબંદર, સોમનાથ, સુરેન્દ્રનગર, અમરેલી, ભરૂચમાં સભાઓ કરી છે.

ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા ૧૮૨ છે. આમાં ૪૦ સીટો અનામત છે. જેમાં ૨૭ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને ૧૩ બેઠકોનો સમાવેશ થાય છે. વિધાનસભામાં બહુમતીનો આંકડો ૯૨ સીટો છે. ૨૦૧૭ની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ માંડ માંડ સરકાર બચાવવામાં સફળ રહી હતી.

બે દાયકામાં પ્રથમ વખત, પાર્ટીની બેઠકોની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી અને ભાજપ માત્ર ૯૯ બેઠકો જીતી શક્યું હતું. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસે ૭૭ બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (મ્‌ઁ), જે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડી હતી, તેણે ૨ બેઠકો જીતી હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (દ્ગઝ્રઁ) એ ૧ બેઠક જીતી હતી. અપક્ષોએ ત્રણ બેઠકો જીતી હતી. યુવા નેતા જીગ્નેશ મેવાણી વડગામથી કોંગ્રેસના સમર્થનથી જીત્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.