પંજાબમાં મોટી દુર્ઘટના: રેલવે ટ્રેક નજીક રમી રહેલા ગરીબ બાળકો કચડાયા
રુપનગર, પંજાબના રૂપનગર જિલ્લામાં શ્રી કીરતપુર સાહિબ નજીક રવિવાર એક પેસેન્જર ટ્રેનની ચપેટમાં આવવાથી ત્રણ બાળકોના મોત થઈ ગયા છે. પોલીસે આ જાણકારી આપી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે થઈ જ્યારે પ્રવાસી મજૂરના ચાર સંતાનો સતલુજ નદી પર બનેલા પુલ પાસે રેલ્વે ટ્રેક નજીક રમી રહ્યા હતા. પોલીસે કહ્યું કે, આ ઘટનામાં ચોથું બાળક ઘાયલ થઈ ગયું છે અને તેને હોસ્પિટલમાં ભરતી કરાવ્યું છે.
પોલીસે કહ્યું કે, બાળકોની ઉંમર સાતથી ૧૧ વર્ષની વચ્ચે છે. એક પોલીસ અધિકારી જગજીત સિંહે જણાવ્યું કે, ટ્રેનની ચપેટમાં આવવાથી ત્રણ બાળકોના મોત થઈ ગયા છે.
અધિકારીએ જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં ઘટનાસ્થળે જ બે બાળકોના માત થઈ ગયા હતા, જ્યારે એકને હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં દમ તોડી દીધો હતો. તો વળી ચોથા બાળકની સારવાર ચાલી રહી છે. તેમણે જણાવ્યું છે કે, બાળક અહીં ઝાડ પરથી જાંબુડા ખાવા આવ્યા હતા અને તેમને ખબર ન રહી કે ટ્રેન અહીંથી પસાર થવાની છે.
આ ઘટના બાદ પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ટિ્વટર પર પોતાની સંવેદના વ્યક્ત કરી અને રાજ્ય સરકાર પાસેથી મૃતક પરિવારોને યોગ્ય વળતર આપવાની ભલામણ કરી છે.SS1MS