પતિ સાથે માલદીવ્સમાં એનિવર્સરી મનાવશે કેટરિના

મુંબઈ, કેટરીના કૈફ અને વિકી કૌશલ માટે ડિસેમ્બરનો મહિનો હંમેશા માટે ખાસ રહેશે. આ જ મહિને તેઓ હંમેશા માટે એકબીજાના થયા હતા. આશરે દોઢ-બે વર્ષના રિલેશનશિપ બાદ કેટરીના અને વિકીએ ડિસેમ્બર, ૨૦૨૧માં રાજસ્થાનના ૪૦૦ વર્ષ જૂના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં પરિવાર અને મિત્રોની હાજરીમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા, જેને એક વર્ષ થવા આવ્યું છે.
લગ્ન બાદ તરત જ કપલ તેમના પ્રોફેશનલ કમિટમેન્ટમાં વ્યસ્ત થઈ ગયું હતું અને એકબીજાને પૂરતો સમય આપી શક્યા નહોતા. જાે કે, પહેલી વેડિંગ એનિવર્સરીના સેલિબ્રેશન માટે કેટરીના અને વિકીએ ખાસ પ્લાન બનાવ્યો છે.
રિપોર્ટ્સ પ્રમાણે તેઓ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માટે તેમના ફેવરિટ ડેસ્ટિનેશન માલદીવ્સ જવાના છે. બોલિવુડ લાઈફના રિપોર્ટ પ્રમાણે, કેટરીના કૈફ અને વિકી કૌશલ લગ્ન થયા ત્યારથી તેમના પ્રોફેશનલ કમિટમેન્ટમાં વ્યસ્ત છે.
તેથી, તેઓ લાંબા વેકેશન પર ક્યાંય જઈ શક્યા નથી. પરંતુ, પહેલી વેડિંગ એનિવર્સરી પર તેમણે વેકેશનનો પ્લાન બનાવ્યો છે અને સાથે સમય પસાર કરવા માલદીવ્સ જવાના છે. જુલાઈમાં કેટરીનાના બર્થ ડે પર પણ તેઓ માલદીવ્સ ગયા હતા. જાે કે, તે વખતે તેમની સાથે પરિવારના કેટલાક સભ્યો અને મિત્રો હતા.
પરંતુ એનિવર્સરી માટે કેટરીના અને વિકી એટલા જ જવાના છે. માલદીવ્સ જતા પહેલા પિતૃઓ અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે કૌશલ પરિવાર ઘરે નાનકડી પૂજાનું આયોજન કરી શકે છે. વિકીના મમ્મી વીણાએ તેમના પરિવારના પંડિતને પણ ફોન કર્યો છે.
વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’નું પણ શૂટિંગ કરી રહી છે, જેમાં તેની સાથે સાઉથ સ્ટાર વિજય સેથુપથી છે.
આ સિવાય કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં તે સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે સ્ક્રીન શેર કરતી દેખાશે. તેની પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે, જેમાં પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ મહત્વના રોલમાં છે.
છેલ્લે તે ઈશાન ખટ્ટર અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે ‘ફોન ભૂત’માં જાેવા મળી હતી, જેને બોક્સઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. બીજી તરફ, વિકી કૌશલ ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી સાથે ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, જે ૧૬ ડિસેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. તેની પાસે મેઘના ગુલઝારની ‘સેમ બહાદુર’માં કામ કરી રહ્યો છે, જેમાં તેની સાથે સાન્યા મલ્હોત્રા અને ફાતિમા સના શેખ દેખાશે.SS1MS