ગુલાબ સહિતના તમામ ફૂલના ભાવમાં થયો વધારો
અમદાવાદ, એક તરફ લગ્ન સરાની મોસમ તો બીજી તરફ ચૂંટણીનો માહોલ છે. જેને લઈને ફૂલ બજારની રોનક વધી ગઈ છે. જાેકે હાલ લગ્ન સિઝન ચાલતી હોવાના કારણે ફૂલોના ભાવમાં પણ તેની અસર જાેવા મળી રહી છે.
પરંતુ ૮ ડિસેમ્બરે જ્યારે ચૂંટણીના પરિણામો હશે ત્યારે ફૂલોના ભાવ આસમાને પહોંચશે. જાે કે અત્યારે ચૂંટણીનો પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે ત્યારે રોજ અહીં ગુલાબના હારની ડિમાન્ડ સૌથી વધુ જાેવા મળે છે. ઉમેદવારોના કાર્યકર્તાઓ અહીં દરરોજ ફૂલોના હાર લઈ જતા હોય છે.
૨૫ નવેમ્બરથી લગ્ન શરૂ થઈ ગયા છે ત્યારે ગુલાબનો ભાવ વધીને ૮૦ થી ૧૦૦ રૂપિયા થશે. જ્યારે ગલગોટાનો ભાવ ૬૦ થી ૮૦ રૂપિયા થશે. અત્યારે લગ્નની સિઝનમાં ડેકોરેશન માટે ડચ ફ્લાવર કટ ફ્લાવરની માંગ સૌથી વધુ જાેવા મળી રહી છે.
તાજેતરમાં કપાસના ૨૦ કિ.ગ્રા ના ભાવ જે સામાન્ય રીતે ૧૯૦૦ ની આસપાસ હતાં. એ ઘટાડો થઈને તાજેતરમાં ૧૭૦૦ રૂપિયા થયાં છે. અને હજુ પણ કોમોડિટી માર્કેટ તેમાં ઘટાડો થઈ શકે તેવા અનુમાનો આપી રહી છે. તેની પાછળના બે ત્રણ કારણો સમજવાં બહુ જરૂરી છે.
ચાલુ વર્ષે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે સામાન્ય રીતે ટેકાના ભાવની કિંમતે કપાસની ખરીદી કરે છે. તે ખરીદી હજુ શરૂ થઈ નથી. એટલે કે બજારમાં તેમની માંગ હજુ ઊભી થઈ શકી નથી. તેથી કપાસના ભાવોની સ્થિરતા મળી શકે નહીં. જાેકે ચાલુ વર્ષે ન્યૂનતમ ભાવો કરતા ખેડૂતોને ભાવો વધુ મળી રહ્યાં છે.
સરકારે કિવન્ટલના ટેકાના ભાવ ૬૦૮૦ નક્કી કરેલા છે.પણ અત્યારે ક્વિન્ટલના ભાવ હજું વધું જ મળી રહ્યાં છે.તેથી કદાચ તે ખરીદીમાં ન પણ આવે તેવી સંભાવના છે. ખુલ્લા બજારમાં જાે ખેડૂતોને પૂરતા ભાવો મળી શકતા હોય તો ન્યૂનતમ ભાવોથી ખેડૂતો પોતાની જણસી ન વેચે તે બહુ સ્વાભાવિક છે.
પરંતુ અહીં બીજી હકીકત એ સામે આવી છે કે દક્ષિણ ભારતના કેટલાંક જીનર્સ એસોસિએશનોએ ભારત સરકારને અને અન્ય વિભાગોને એવી ચીમકી આપી છે કે બજાર ભાવને નિયંત્રિત કરવા માટે સરકાર જાે ઉચિત કદમો ન ઉઠાવે તો અમે કપાસની ખરીદી કરીશું નહીં.
આ ઉંચા ભાવો અમને પડતર કિંમત મોંઘી બનાવે છે. તેમણે ખરીદીને અટકાવવાનો પ્રયત્ન કર્યો છે જેથી કપાસની માંગ ઘટી છે અને ભાવો ઘટી રહ્યાં છે. બીજી એક વાત એવી સામે આવી રહી છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કપાસના ન્યૂનતમ ભાવ ખૂબ ઓછાં છે.
અને ભારતમાં તે ભાવોની વધારે છે તેથી વિયેતનામ, બાંગ્લાદેશ વગેરે જેવા દેશોમાં કે જ્યાં આપણા રૂને નિકાસ કરવામાં આવે છે. તે નિકાસ અટકાવી દેવામાં આવી છે અને તેથી પણ આ ભાવો ઘટી રહ્યાં છે.ત્રીજી એક હકીકત એવી સામે આવી કે જેમાં દર વર્ષે આપણે ૩૪.૪ મિલિયન ગાંસડી કપાસનું ઉત્પાદન કરીએ છીએ.તેની સામે ચાલુ વર્ષે ૧૨ ટકા જેટલી વૃદ્ધિ કપાસ ઉત્પાદનમાં થવા પામી છે.
તેથી માર્કેટને તેનો જરૂરી માલ સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તેવી સ્થિતિમાં કપાસની માંગ ઘટી છે. તેના કારણે પણ કપાસના ભાવો ઓછાં થઈ રહ્યાં છે.SS1MS