સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલના પ્રવેશદ્વાર પાસે અકસ્માત સર્જાયો

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા તાલુકા માંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર આવેલ સેન્ડ ઝેવીયર્સ હાઈસ્કુલ પાસે અવારનવાર એકસીડન્ટની ઘટનાઓ બનતી રહે છે.આજરોજ પણ એક મોટો અકસ્માત આ હાઈસ્કૂલના મુખ્ય દરવાજા પાસે થયો હતો.જેમાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ હાઈસ્કૂલના વહીવટ કર્તા તથા વાલીઓમાં ફફડાવતી જવા પામ્યો હતો.
ઝઘડિયા તાલુકાના આદિવાસી સેવાલય એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ અને સેંટ જાેસેફ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલ ના ટ્રસ્ટી તેમજ ભણતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આવેદનપત્ર આપી સ્પીડ બ્રેકર બનાવવા માટે માંગણી કરવામાં આવી.આજે એક અઠવાડિયુ જેટલો સમય થયો હોવા છતાં પણ ઝઘડિયા નાયબ કલેકટર દ્વારા કોઈ જ આધિકારિક પગલાં લેવામાં આવ્યાં ન હોવાને કારણે આજે ફરી મોટો અકસ્માત થતા થતા રહી ગયો.અકસ્માત ઝોન હોવાં છતાં પણ ઝઘડિયા નાયબ કલેકટર પ્રશાસન દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા નથી અને જે તે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તે અંગે પણ મૌન સેવી રહ્યા છે.
આવેદનપત્ર અનુસંધાનમાં શું કાર્યવાહી કરવામાં આવી છે જે અંગે આજદિન સુધી કોઈ જ જવાબ આપવામાં આવ્યો નથી. જાે કોઈ મોટી દુઘટર્ના સર્જાશે છે.તો જ ઝઘડિયા નાયબ કલેકટર પ્રશાસન કુંભકર્ણની નિદ્રામાં જાગશે એવું લાગી રહ્યું છે.કેમકે પ્રશાસન કોઈ મોટી દુઘટર્ના થાય અને વાલીઓ દ્વારા રસ્તા રોકો આંદોલન શરૂ કરવામાં આવે અને રોડ રસ્તા ચકકાજામ થાય તે અંગે રાહ જાેઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.
આજે વાલીઓ દ્વારા ગૃપ ચર્ચા કરવામાં આવી છે કે જાે બે દિવસમાં આ બાબતે ઉકેલ નહીં આવે તો વિરોધ નોંધાવી રસ્તા રોકો આંદોલન શરૂ કરી રોડ રસ્તા પર ચકકાજામ કરવામાં આવશે.હવે જાેવું એ રહ્યું કે પ્રશાસન કુંભકર્ણની નિંદ્રામાંથી કયારે જાગે છે? કે પછી આ સમસ્યાનો ઉકેલ આવશે કે પછી જે સમસ્યા છે એની એ જ રહેશે.