Western Times News

Gujarati News

વડોદરાનો રોનિત હેન્ડલ અને બ્રેક વિનાની એક ચક્રીય સાયકલ લઈને મતદાન મહાદાનનો સંદેશો લોકો સુધી પહોંચાડશે

(માહિતી) વડોદરા, ગુજરાત વિધાનસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી તથા ક્લેક્ટર શ્રી અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃતિઓ દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. શહેર જિલ્લાની શૈક્ષણીક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ પણ મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો દ્વારા લોકો ને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા શહેર તથા જિલ્લામાં ઓછા મતદાન ધરાવતા વિસ્તારોમાં લોકો મતાધિકારનો ઉપયોગ કરે અને લોકશાહીના મહાપર્વના સૌ મતદારો યોગદાન આપે તેવા હેતુથી રોનિત જાેશી નામનો યુવક પોતાની અનોખી એક ચક્રીય સાયકલ લઈને લોકોને મતદાન માટે જાગૃત કરશે. વાત છે ૨૦ વર્ષીય નવયુવાન રોનિતની.

રોનિત એમ.એસ. યુનિવર્સિટીમાં સાયકોલોજી વિષયથી સ્નાતક કરી રહ્યો છે. તેને બાળપણમાં સર્કસમાં એક ચક્રીય સાયકલ જાેઈને પોતાની જિજ્ઞાસા વધારો કરતા તેવી સાયકલ પોતે કસ્ટમાઈઝ કરાવીને બનાવડાવી હતી. તેને પોતાની આ એક ચક્રીય સાયકલ દ્વારા વિવિધ રીતે ૭ જેટલા વૈશ્વિક રેકોર્ડ સ્થાપીને પોતાના કીર્તિમાન સ્થાપ્યા છે. બીજી તરફ ગુજરાત વિધાન સભાની ચુંટણી દરમ્યાન ‘ અવસર લોકશાહીનો ‘ અંતર્ગત પોતાની સાયકલ લઈને શહેર તેમજ જિલ્લાના ૧૧૧ જેટલા ઓછું મતદાન ધરાવતા વિસ્તારોમાં પ્રવાસ કરીને લોકોને મત આપવા માટે જાગૃત કરશે તેમ જણાવ્યું છે.

રોનિતે પોતાનો સાયકલ પ્રેમ અને પોતાની સિદ્ધિઓ વિશે કહેતા જણાવ્યું કે તેને કુલ ૭ જેટલા વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યા છે એમાં તેને સાયકલિંગ સાથે રૂબી ક્યૂબની રમત રમીને રેકોર્ડ સ્થાપ્યો છે. તદુપરાંત વડોદરા થી પાવાગઢ સુધી રોકાયા વગર સાયકલ ચલાવીને તેની આ સિદ્ધિ પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીને સમર્પિત કરી હતી. વધુમાં પોતાના માતાપિતા તથા વહીવટી તંત્રના સતત માર્ગદર્શન હેઠળ છેલ્લી સામાન્ય ચૂંટણીમાં પણ મતદાન જાગૃતિ માટે આજ રીતે કાર્યક્રમ કર્યા હતા. હવે તે વડોદરા જિલ્લા શહેરના વિવિધ વિસ્તારોમાં પોતાની અનોખી સાયકલને લઈને મતદાન એજ મહાદાનનો સંદેશો લોકો સુધી પહોંચાડશે.

શહેરના સમા સ્પોર્ટ્‌સ કોમ્પલેક્ષ ખાતે યોજાયેલા મતદાન જાગૃતિ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેકટર શ્રી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી દ્વારા નવયુવાન દ્વારા કરવામાં આવતા પ્રયાસોની સરાહના કરી તથા રોનિત અને તેના પરિવારની શુભકામનાઓ પાઠવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.