રોજગારી ઊભી કરવા નાના ઉદ્યોગો ઊભા કરવા જરૂરીઃ રાહુલ
નવી દિલ્હી, મધ્યપ્રદેશમાં ‘ભારત જાેડો યાત્રા’ના છઠ્ઠા દિવસે પત્રકાર પરિષદ દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે, આ યાત્રા દેશની આત્માનો અવાજ છે.
દેશમાં બેરોજગારીની સમસ્યાને હલ કરવાની યોજના અંગેના એક પ્રશ્ન પર રાહુલ ગાંધીએ કહ્યું કે, અત્યારે મુખ્ય સમસ્યા એ છે કે, દેશની આખી સંપત્તિ ત્રણ-ચાર ઉદ્યોગપતિઓના હાથમાં સિમિત થઈ ગઈ છે.
કોંગ્રેસ દેશમાં રોજગારીની વધુ તકો ઊભી કરવા માટે નાના પાયાના ઉદ્યોગો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને રાજ્યના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલી સત્તાની ખેંચતાણ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, કોંગ્રેસ માટે બંને નેતાઓ મહત્વપૂર્ણ છે. આ સિવાય અમેઠીમાંથી ફરીથી ચૂંટણી લડવાનો ર્નિણય એક વર્ષ કે દોઢ વર્ષ પછી લેવામાં આવશે. હાલમાં, મારું ધ્યાન ભારત જાેડો યાત્રા પર છે.
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, આ યાત્રા ૪ ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશતા પહેલા ૧૨ દિવસમાં પશ્ચિમ મધ્ય પ્રદેશના માલવા-નિમાર ક્ષેત્રમાં ૩૮૦ કિલોમીટરનું અંતર કાપશે.આ કૃષિ પ્રદેશમાં આદિવાસીઓની મોટી વસ્તી રહે છે. ગાંધીની આગેવાની હેઠળની કૂચ મહારાષ્ટ્રમાંથી પસાર થઈને દક્ષિણના દ્વારતરીકે ઓળખાતા બુરહાનપુર જિલ્લાના બોદર્લી ગામમાંથી ૨૩ નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશી હતી. છેલ્લા છ દિવસમાં આ યાત્રાએ મધ્યપ્રદેશમાં તેની અડધાથી વધુ યાત્રા પૂર્ણ કરી દીધી છે. આ દરમિયાન ગાંધીના નેતૃત્વમાં પદયાત્રીઓનો કાફલો બુરહાનપુર, ખંડવા, ખરગોન અને ઈન્દોર જિલ્લામાંથી પસાર થયો હતો.