TMKOCનાએ શેર કરી શૈલેષ લોઢા સાથેની તસવીર
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/11/Shailesh.webp)
મુંબઈ, આ વર્ષની શરૂઆતમાં છેલ્લા ૧૪ વર્ષથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સાથે જાેડાયેલા શૈલેષ લોઢાએ શો છોડ્યો હતો. સીરિયલમાં તેઓ ‘તારક મહેતા’ના પાત્રમાં હતા. તેમની એક્ઝિટ બાદ સચિન શ્રોફની એન્ટ્રી થઈ અને તેને પણ ત્રણ મહિના જેટલો સમય થઈ ગયો છે.
જાે કે, સીરિયલના દર્શકો હજી પણ જૂના ‘મહેતા સાહેબ’ને ભૂલી શક્યા નથી. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતા એક્ટર જ્યારે પણ કોઈ પોસ્ટ શેર કરે છે ત્યારે કોમેન્ટ કરીને તેમના ચાહકો કમબેક કરવા માટે વિનંતી કરે છે.
હાલમાં ફરી આમ ત્યારે થયું જ્યારે શોના ડિરેક્ટર માલવ રાજદાએ શૈલેષ લોઢા સાથેની થ્રોબેક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. માલવ રાજદાએ શેર કરેલી તસવીરમાં તેમની સાથે શૈલેષ લોઢા સિવાય ‘ભઈલુ’નું પાત્ર ભજવી રહેલો જતિન બજાજ અને TMKOCના ક્રિએટિવ સુપરવાઈઝર કૃણાલ ખખ્ખર પણ દેખાયા.
આ સાથે તેમણે લખ્યું હતું ‘મહેતા સાહેબને છોડીને બાકી બધાનું પેકઅપ…તેમ કહી શોમાં જેને સૌથી વધારે પરેશાન કરતો હતો તે વ્યક્તિ’. તેના પર કોમેન્ટ કરતાં ‘રોશનભાભી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ લખ્યું હતું ‘મને લાગતું હતું કે, તું સૌથી વધારે પરેશાન મને કરતો હતો’. તો એકે શૈલેષ લોઢાના શો છોડવા પાછળના કારણ તરફ ઈશારો કરતાં પૂછી લીધું ‘શું આ જ કારણ હતું માલવ ભાઈ?’. એક ફેને માલવ રાજદાને વિનંતી કરતાં લખ્યું હતું ‘સર પ્લીઝ તમે શૈલેષ સરને પાછા લાવવા માટે આસિત (પ્રોડ્યૂસર) સરને મનાવો છે.
અમારે આ મહેતા સાહેબ જાેઈએ છે’. એકે લખ્યું હતું ‘સીરિયલને બોરિંગ બનાવી દીધી છે. બધા છોડીને જઈ રહ્યા છે. ખેંચી રહ્યા છે. જૂના કલાકારોને પરત લાવો પ્લીઝ’. એક ફેને ઉત્સુકતા સાથે પૂછ્યું હતું ‘શું મહેતા સાહેબ પાછા આવી રહ્યા છે? શૈલેષ લોઢાના શો છોડવા પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી.
જાે કે, અગાઉ આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે, ‘આપણે ભારતીયો ખૂબ લાગણીશીલ છીએ એટલે કોઈપણ બાબત સાથે જાેડાણ થઈ જાય છે. હું મારી જાતને ઈમોશનલ ઈડિયટ કહું છું. હું સેન્ટિમેન્ટલ ફુલ છું. જ્યારે તમે ૧૪ વર્ષ સુધી કશા પર કામ કરો છો ત્યારે તેની સાથે ભાવનાત્મક રીતે જાેડાઈ જાવ તે સ્વાભાવિક છે.SS1MS