નેશનલ કોન્ફરન્સના બે નેતાઓ સહિત ૨૦૦થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા

શ્રીનગર, જમ્મુ અને કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સના ૨ નેતાઓ અને ૨૦૦ થી વધુ રાજકીય અને સામાજિક કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા છે. આ લોકો બીજેપીના જમ્મુ-કાશ્મીર યુનિટના અધ્યક્ષ રવિન્દર રૈનાની હાજરીમાં પાર્ટીમાં જાેડાયા હતા.
ભાજપમાં જાેડાતા નેશનલ કોન્ફરન્સના નેતાઓમાં તેના પ્રાંતીય ઉપપ્રમુખ એ.એસ. બંટી અને પ્રાંતીય સચિવ પિંકી ભટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નેશનલ જસ્ટિસ પાર્ટીના પ્રમુખ રણધીર સિંહ પરિહાર અને કેટલાક પંચાયત સભ્યો, ડોક્ટર અને નિવૃત્ત સરકારી અધિકારીઓ ભાજપમાં જાેડાયા હતા.
ગત વર્ષે નેશનલ કોન્ફરન્સમાંથી ભાજપમાં જાેડાયેલા પૂર્વ ધારાસભ્ય દેવેન્દ્ર સિંહ રાણાએ પાર્ટી ઓફિસમાં નવા સભ્યોનું સ્વાગત કર્યું હતું. રાણાએ જણાવ્યું હતું કે આજે જે લોકો જાેડાયા છે તેના કારણે ભાજપ ખાસ કરીને નગરોટા વિધાનસભા ક્ષેત્રમાં વધુ મજબૂત બનશે. તેમણે કહ્યું કે, તેઓ મોદી સરકારની જનહિતકારી નીતિઓને કારણે અહીં આવ્યા છે.
પાર્ટીમાં જાેડાયેલા લોકોનું સ્વાગત કરતા ભાજપના જમ્મુ અને કાશ્મીર યુનિટના પ્રમુખ રૈનાએ કહ્યું કે પાર્ટીને તેના મંત્ર ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના કારણે સમાજના દરેક વર્ગમાંથી સમર્થન મળી રહ્યું છે. તેમણે કહ્યું, જમ્મુ અને કાશ્મીરના લોકોએ ભાજપને સમર્થન આપવાનું નક્કી કર્યું છે.
જે અગ્રણી રાજકીય કાર્યકરો અને સામાજિક કાર્યકરોની મોટા પાયે ભાગીદારીથી સ્પષ્ટ થાય છે. આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે અને એ સુનિશ્ચિત કરવું પડશે કે ભાજપ સરકાર રચવામાં સક્ષમ છે અને આપણા પોતાના મુખ્યમંત્રી બનવવા માટે આગામી વિધાનસભા ચૂંટણીમાં ૫૦ થી વધુ બેઠકો જીતવાનું લક્ષ્ય રાખવું પડશે.HS1MS