હાઈ બ્લડપ્રેશરને ક્યારેય હળવાશથી ના લેશો
હાઈ બ્લડપ્રેશર હાલના સમયમાં એક બહુ સામાન્ય બીમારી બની ગઈ છે અને તેનું મુખ્ય કારણ આપણી અસંતુલિત અને અયોગ્ય લાઈફસ્ટાઈલના કારણે ઊભી થતી સમસ્યાઓ છે. હાઈ બ્લડ પ્રેશરનાં દર્દીઓમાં ભયાનક ઝડપથી વધારો થઈ રહ્યો છે. હવે તો યુવાનો પણ તેની ઝપેટમાં આવી રહ્યા છે. હાઈ બ્લડપ્રેશર સમયની સાથે સતત વધતી જતી બીમારી છે.
જાે સમયસર તેનાં લક્ષણોને પારખીને તેની યોગ્ય સારવાર ન કરવામાં આવે તો તે આપણાં હૃદય, કિડની, મસ્તિષ્ક અને આંખો માટે ખૂબ ઘાતક સાબિત થઈ શકે છે. સામાન્ય રીતે દર ચાર વ્યક્તિએ એક વ્યક્તિ હાઈ બ્લડપ્રેશરનો શિકારી બનતી હોવાનું સામે આવ્યું છે. ભારતમાં લોકો જે ઝડપથી હાઈ બ્લડપ્રેશર કે પછી હાઈપરટેન્શનનો શિકાર બની રહ્યા છે એ જાેતાં આ સંપર્ક થઈ જવાનો સમય છે. આપણી એક નાનકડી ભૂલ પણ આપણને આ ઘાતક રોગની ખૂબ નજીક લઈ જઈ શકે છે.
બેઠાડું જીવન, સ્થૂળતા, ભોજનમાં મીઠાનો વધુ પડતો ઉપયોગ, સતત વધતો જતો સ્ટ્રેસ, એક્સર્સાઈઝનો સદંતર અભાવ, ડાયાબિટીસ વગેરે આપણને બ્લડપ્રેશરની સમસ્યાની ભેટ આપતા હોય છે. એક વખત લોહીની નસો પર અસર થવાનું શરૂ થઈ ગયું તો પછી વ્યક્તિને આ રોગનો ભોગ બનતી બચાવી શકાતી નથી. જેમના ઘરમાં કોઈ પણ સભ્યને આ બીમારી છે તેમણે ખાસ પોતાની લાઈફસ્ટાઈલ માટે સાવધાન રહેવું જરૂરી છે.
આજના સમયમાં બ્લડપ્રેશર કે હાઈપર ટેન્શનની સમસ્યા ઘણા લોકોમાં જાેવા મળે છે. તેના લક્ષણોની ઓળખ ઝડપથી ન થતી હોવાથી તેને સાઈલન્ટ કિલર પણ કહેવાય છે. બ્લડપ્રેશર અચાનક વદી જાય તે ખૂબ ખરાબ નિશાની છે. તે વધતા હૃદયની ધમનીઓમાં લોહીનો પ્રવાહ ઝડપથી વધવા લાગે છે. કેટલાક લોકો તેને કન્ટ્રોલમાં રાખવા માટે નિયમિત રીતે દવાઓનું સેવન કરતા હોય છે.
તબીબી સલાહ લઈને કેટલાક ઘરેલું ઉપાયો દ્વારા પણ તેની નિયંત્રિત કરી શકાય છે. મરી પાઉડર આપશે આરામ જાે બ્લડપ્રેશર તાત્કાલિક વધી ગયું હોય તો તે પરિસ્થિતિમાં અડધા ગ્લાસ પાણીમાં મરી પાઉડર મિક્સ કરીને પીવાથી આરામ મળે છે. આ ઉપરાંત તેનાથી વજન પણ કન્ટ્રોલમાં આવે છે.