અવનવી વાનગીઓના શોખીન છે યોગેશ ત્રિપાઠી અને કામના પાઠક
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/HKUP-2.jpeg)
એન્ડટીવી પર હપ્પુ કી ઉલટનપલટનમાં દરોગા હપ્પુ સિંહ (યોગેશ ત્રિપાઠી) અને તેની દબંગ દુલ્હનિયા રાજેશ (કામના પાઠક)ની જોડી ભારતીય ટેલિવિઝન પર સૌથી વહાલી છે.
દર્શકોને તેમની પેટ પકડાવીને હસાવતી નોકઝોક અને તેમની લવ કેમિસ્ટ્રી બહુ ગમે છે. જોકે તેઓ એકત્ર સૌથી વધુ શું માણે છે તે જાણો છો? અન્ય સહ- કલાકારો અલગ અલગ બાબતોમાં બોન્ડ ધરાવે છે ત્યારે આ જોડી ફૂડ પર બોન્ડને અગ્રતા આપે છે. છે ને સ્વાદિષ્ટ મામલો!
યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ ખાદ્ય માટે તેના પ્રેમ વિશે વાત કરતાં જણાવે છે, “અર્રે દાદા! ખાવા સાથે મારો સંબંધ કાયમ માટે છે. ખાદ્ય કોઈ પણ સમયે મારો જોશ વધારી શકે છે. મારી ઓન-સ્ક્રીન પત્ની રજ્જો (કામના પાઠક) ખાદ્ય પ્રત્યે તે જ લાગણી ધરાવે છે (હસે છે).
અમને બંનેને ખાસ કરીને અન્ય શહેરમાં પ્રવાસ કરતી વખતે નવી વાનગીઓ અજમાવવાનો શોખ છે. તાજેતરમાં અમે દેવ દીપાવલીની ઉજવણી કરવા અને અમારા શો હપ્પુ કી ઉલટન પલટનને બનારસવાસીઓમાં પ્રમોટ કરવા કામના અને મેં ઘાટના શહેરની મુલાકાત લીધી હતી.
દેવો કી નગરીમાં મારી ટ્રિપ પર મેં દુનિયાના શ્રેષ્ઠ ડેઝર્ટસમાંથી એક મલૈયો અજમાવી જોયું છે. આ વાનગી દૂધમાંથી તૈયાર કરવામાં આવે છે. દૂધની ફીણ પર કેસર અને એલચી પાઉડર મિશ્રણ કરવામાં આવે છે અને ઉપર શોભા માટે પિસ્તા અને બદામથી ગાર્નિશ કરવામાં આવે છે અને તે અસાધારણ હલકું અને મીઠાશ ધરાવે છે.
ઉપરાંત નવરાત્રિ દરમિયાન અમે બંને ગ્વાલિયર ગયાં ત્યારે કામનાએ મારે માટે પૌઆ જલેબી, ખાટા સમોસા, મગના ભજિયા અને સૌથી મહત્ત્વપૂર્ણ ઈન્દોર નમકીન બનાવ્યાં, જે મેં સ્વાદપૂર્વક ખાધા. બધાએ અમારી જેમ ભાવતું ખાવાનું માણતા રહેવું જોઈએ.”
કામના પાઠક ઉર્ફે રાજેશ સિંહ કહે છે, “ખાદ્ય હંમેશાં મારી અગ્રતાની યાદીમાં ટોચે હોય છે (હસે છે). હું ઈન્દોરની છું અને આ શહેર તેની સ્વાદિષ્ટ વાનગીઓ માટે કેટલું વિખ્યાત છે તે બધાએ જાણવું જોઈએ. મારો હપ્પુ કી ઉલટન પલટનનો ઓન-સ્ક્રીન પરિવાર, ખાસ કરીને દરોગાજી (યોગેશ ત્રિપાઠી) મારા જેવા ખાવાના શોખીન છે.
અમે બધા ભોજનના સમયે એકત્ર બેસીને ખાઈએ છીએ અને એકબીજાના ટિફિનનું આદાનપ્રદાન કરીએ છીએ અને મારી વાત માનશો તો આવા પરિપૂર્ણ ભોજન પછી પણ અમે હંમેશાં નજીકની રેસ્ટોરાંમાંથી કશુંક ઓર્ડર જરૂર કરીએ છીએ. નાયગાવમાં અમારા સેટ્સ નજીક નામાંકિત ડેરી છે
અને અમે હંમેશાં સાંજે લસ્કી અથવા ગુલાબ જામુન, રસમલાઈ અથવા પનીર પકોડા મગાવીએ છીએ. હું અન્ય શહેરમાં જાઉં છું ત્યારે ત્યાંની સ્વાદિષ્ટ સ્થાનિક વાનગીઓ અજમાવવા માટે તેની ખાદ્ય સંસ્કૃતિ વિશે વાંચવાનું મને બહુ ગમે છે. મેં હાલમાં જ યોગેશ સાથે વિશ્વવિખ્યાત દેવદીપાવલીની ઉજવણી જોવા માટે વારાણસીમાં ગઈ હતી
અને અમે શહેરનાં વિખ્યાત ગલીઓમાં મળતાંખાદ્યો અજમાવવાનું નક્કી કર્યુ. વારાણસીની ટ્રિપ મારા અભિપ્રાયમાં તેની સ્વાદિષ્ટ વાનગીઓ ખાધા વિના અધૂરી રહે છે. અમે સાંજે કુલ્હડવાળી ચા અને અમુક સ્વાદિષ્ટ સમોસા સાથે શરૂઆત કરી. અમારી સંધ્યા કુલ્હડવાળી ચા અને અમુક સ્વાદિષ્ટ સમોસા સાથે શરૂ થઈ,
જે ટમેટા, ફુદીના અને ધાણાની ચટણી સાથે પીરસવામાં આવે ચે. અમે પહલવાન કી લસ્સી નામે વિખ્યાત મીઠાઈની દુકાને પણ ગયા હતા, જ્યાં અમે ખાધેલી વાનગી ક્યારેય ભુલાશે નહીં. માખન મલૈયો શિયાળાની મોસમમાં લોકપ્રિય મીઠું ડેઝર્ટ છે, જે કુલ્હડમાં પીરસવામાં આવે છે. સામાન્ય રીતે લોકો અમુક મીઠાશ સાથે તેમનું ભોજન પૂરું કરતા હોય છે, પરંતુ ચાટ સ્ટોલથી હું એટલી મોહિત થઈ કે મોઢામાંથી પાણી લાવનારા ગોલગપ્પા અને વિખ્યાત ટમાટર ચાટ ઝાપટવાથી પોતાને રોકી નહીં શકી.”