Western Times News

Gujarati News

અમદાવાદની વિવિધ કોલેજો અને યુનિવર્સીટી ભવનોમાં યોજાઈ મતદાન જાગૃતિ યુવા સંવાદ સંકલ્પ યાત્રા

યુવા સંવાદ સંકલ્પ યાત્રા અંતર્ગત વિધાર્થીઓ જાગૃત બની લઈ રહ્યા છે મતદાનના શપથ

લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સમાજના દરેક વર્ગ, સમુદાય પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીને સશક્ત બનાવે તેવા પ્રયાસો ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી ડો. ધવલ પટેલના માર્ગદર્શન હેઠળ યુવાનોને પોતાના મતાધિકારથી સજાગ કરવા માટે યુવા સંવાદ સંકલ્પ યાત્રા યોજવામાં આવી છે.

આ સંકલ્પ યાત્રા તા. 21 નવેમ્બરે શરૂ કરવામાં આવેલ હતી જે 4 ડિસેમ્બર સુધી ચાલનાર છે. આ અભિયાન અંતર્ગત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં, કોલેજોમાં યુવાઓ સાથે સંવાદ યોજીને તેમનામાં મતદાન વિશે જાગૃતિ કેળવવામાં આવી રહી છે. તેમજ મતદાનના શપથ લેવડાવવામાં આવી રહ્યા છે.

પ્રથમ વખત મતદાન કરનાર યુવાનોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને મતદાન અંગેની ઊંડાણપૂર્વક માહિતી આપતી માર્ગદર્શિકાઓનું  વિતરણ કરવામાં આવ્યું હતું

આ યાત્રા અંતર્ગત નોડેલ ઓફિસરો તથા ચૂંટણી પંચના અધિકારીઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં જઈને વિધાર્થીઓને મતદાનનું મહત્વ સમજાવે છે અને મતદાન વિશેની જાગૃતતા લાવે છે. આ ઉપરાંત તમામ વિદ્યાર્થીઓને સંકલ્પ પત્ર આપીને પોતાનો મતાધિકાર ઉપયોગ કરવાના શપથ લેવડાવવામાં આવે છે.

યુવા સંવાદ સંકલ્પ યાત્રા ૩૦ નવેમ્બરના રોજ એલ.ડી.આર્ટસ કોલેજ, ગુજરાત યુનિવર્સિટીના ઝુઓલોજી ભવન, સિલ્વર ઓક યુનિવર્સીટી તેમજ ડેટા સાયન્સ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ ખાતે યોજાઈ હતી. આ ચારે સ્થાનો પર મોટી સંખ્યામાં યુવાનોને સંકલ્પ પત્ર આપીને મતદાન વિશે માહિતીગાર કરાયા હતા.

અને અચૂક મતદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. મતદાર જાગૃતિ નોડલ અધિકારી ડો. યોગેશ પારેખના જણાવ્યા અનુસાર આ યાત્રા આગામી દિવસોમાં આશરે 100 જેટલી સંસ્થાઓ આવરી લેવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.