Western Times News

Gujarati News

થર્ટી ફર્સ્ટ પહેલાં જ ગોવાનું વન-વે ફલાઈટ ભાડું ૧૦ હજારથી ૧૪ હજારે પહોંચ્યું

(એજન્સી)અમદાવાદ, ૩૧ ડીસેમ્બર નવા વર્ષની ઉજવણી મોટી સંખ્યામાં ગુજરાતીઓ ગોવામાં મનાવશે ત્યારે એરલાઈન કંપનીઓએ સીસ્ટમ પરથી લો ફેર હટાવી ભાડામાં વધારો કરી દીધો છે. અમદાવાદથી ગોવાનું સામાન્ય દિવસોમાં રીટર્ન ફેર ૧૦ હજારની આસપાસ હોય છે. જે હાલમાં ૪૦ ટકા વધારી રૂા.૧૪ હજાર કરી દેવાયું છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ગોવાની પ્રતીદીન ડાયરેકટ પાંચ ફલાઈટ ઓપેરટ થાય છે. દિવાળીમાં પણ ગોવાના વન વે એરફેર ૯ હજાર સુધી વસુલી મુસાફરોના ખીસ્સા ખંખેર્યા હતા. હવે ફરીથી ૩૧ ડીસેમ્બરને લઈ એરલાઈન કંપનીઓએ ગોવાના ભાડા અધધ વધારી દીધાં છે. બીજુ કે એનઆરઆઈ સીઝન હોવાથી ફરવા અને હનીમુન પર જનારની પણ સંખ્યા વધુ હશે ત્યારે એરલાઈન કંપઅીઓને અમદાવાદથી ગોવાની પ ફલાઈટ ઓપરેટ થાય છે.

જેમાં ઈન્ડીગોની ૩, સ્પાઈસ જે.ટ અને ગો ફસ્ટની ૧-૧ ફલાઈટનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં ગોવાના વન-વે એરફેરમાં હજુ પણ વધારો થવાની શકયતા છે. કોરોનાને કારણે છેલ્લા ર વર્ષથી થર્ટી ફસ્ટની ઉજવણી પર પ્રતીબંધ હતા. આ વખતે તમામ પ્રકારના પ્રતીબંધ હટતાં ગોવા ફરવા જવાનો રસ વધુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.