વિરપુરના ડેભારી પ્રેમનાથ મહાદેવ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો યોજાયો
(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર તાલુકાના ડેભારી ગામ ખાતે પ્રેમનાથ મહાદેવ મંદિરે આવેલ કાત્યાયની માતાજી અને સાઈબાબાની નવીન મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું બ્રાહ્મણ પરિવારની કુળદેવી કાત્યાયની માતા અને સાંઈબાબાની મુર્તિ પ્રતીષ્ઠા ડેભારીના પ્રેમનાથ મહાદેવ મંદિર ખાતે મુર્તીઓનો જીણોદાર કરી પ્રતિષ્ઠા હવનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
શાસ્ત્રીઓ દ્વારા વિધિવત રીતે પ્રતિષ્ઠાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો મુર્તીઓનુ બ્રાહ્મણ સમાજ દ્વારા સામૈયુ કરવામાં આવ્યું હતું સમગ્ર ડેભારી ગામમાં મુર્તીઓ નુ સામૈયુ કરી રથયાત્રા યોજી મહાદેવના મંદિર આવી હતી કાત્યાયની માતાજી અને સાંઈબાબાની મુર્તીની વિધિવત રીતે પુજા કરવા માટે હવન મંડપમાં મુર્તીને રાખવામાં આવી હતી. સામૈયુ કરવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો જાેડાયા હતા અને વાજતે ગાજતે મુર્તીને મંદિરે લાવવામાં આવી હતી ત્યાર બાદ બંને મુર્તીઓને ભવ્ય ઉજવણી કર્યા બાદ સ્થાપના કરવામાં આવી હતી બાદમાં સમગ્ર વિસ્તારના લોકોએ માહા પ્રસાદ લીધો હતો આ રિતે બે દિવસ ચાલેલા મુર્તિ પ્રતીષ્ઠામા લોકોએ મંત્રમુગ્ધ બની કાત્યાયની અને સાંઈબાબાની મુર્તિ પ્રતીષ્ઠામા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.