Western Times News

Gujarati News

હવે રાજકોટ-જામનગર વચ્ચે ઈલેકટ્રીક બસ દોડશેઃ એસટી તંત્રનો નિર્ણય

આચારસંહિતાને કારણે નેતાઓ લોકાર્પણનો જશ્ન ન લઈ શક્યાઃ૧૦ ઈલેક્ટ્રીક એસી બસનો પ્રારંભ

જામનગર, રાજકોટ-મોરબી વચ્ચે પાંચ ઈલેકટ્રીક બસ શરૂ થયાના આઠ જ દિવસ બાદ એસ.ટી. નિગમે રાજકોટ -જામનગર વચ્ચે આજથી દસ ઈલેકટ્રીક એરકન્ડીશન્ડ બસ દોડાવવાનું શરૂ કર્યુ છે. રાજકોટ- જામનગર વચ્ચે ઈલેક્ટ્રીક બસની દરરોજ આવતા-જતા મળી ૩૦ ટ્રીપ થશે.

હાલ ચૂંટણીની આચારસંહિતા લાગુ હોવાથી નેતાઓ આ બસનુૃ લોકાર્પણ કરવાનો જશ્ન લઈ શક્યા નહોતા. અને એસ.ટી.નિગમે બસનો પ્રારંભ સાદગીપૂર્ણ રીતે કરાવ્યો હતો.

ગુજરાત એસટી નિગમ પણ ઝડપભેર ઈલેકટ્રીક ફિકેશન તરફ ઝડપથી આગળ વધી રહી છે. અલબત્ત એસટીની વોલ્વો સેવાની જેમ જ આ ઈલેકટ્રીક બસો ભાડા કરાર પર દોડી રહી છે. જેમાં બસ અને ડ્રાઈવર ખાનગી પાર્ટીના અને કંડકટર તથા બસનુૃ સંચાલન એસટી ના હાથમાં રહે છેે.

આ ઉપક્રમમાં તા.ર૧મી નવેમ્બરના રોજ રાજકોટ-એસટી ડીવીઝન દ્વારા સર્વપ્રથમ રાજકોટ મોરબી વચ્ચે પાંચ ઈલેકટ્‌ક બસો મુકવામાં આવી છે. ત્યારબાદ આજે ર૮મીના રોજ રાજકોટ જામનગર રૂટ પર ૧૦ ઈલેકટ્રીક બસ શરૂ કરાઈ છે. ૩ર સીટની ક્ષમતા અને ૧ર૬ રૂપિયા ટીકટી ભાડા સાથે દોડતી આ બસની આવતા જતા રોજ ૩૦ ટ્રીપ રહેશે.

રાજકોટથી મોરબીનું અંતર ઓછુ હોવાથી મોરબીમાં ઈલેકટ્રીક બસ રાત્રે રાજકોટ આવી જાય છે. જ્યારે જામનગરનુૃ અંતર વધુ છે. ઈલકેટ્રીક બસનુૃ ચાર્જીંગ પૂરૂ થઈ જવાને કારણે જામનથરી રાજકોટ બસ પરત આવી શકતી નથી. માટે જામનગરમાં પણ એક ઈલેકટ્રીક ચાર્જીંગ સ્ટેશન ઉભુ કરાયુ છે.

આ કામગીરીને કારણે જ જામનગર રૂટ પર હવે ઈલેકટ્રીક બસ શરૂ થઈ શકે છે. જયારે જૂનાગઢ રૂટ પર પણ ૧૦ બસો મંજુર થઈ ચુકી છે. જૂનાગઢમાં ચાર્જીંગ પોઈન્ટ ઉભો થઈ ગયા બાદ વહેલી તકે રાજકોટ-જૂનાગઢ વચ્ચે પણ ઈલેકટ્રીક બસો દોડતી થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.