Western Times News

Gujarati News

નવેમ્બર 2022 માટે ₹1,45,867 કરોડની કુલ GST આવક એકત્રિત કરવામાં આવી

વાર્ષિક ધોરણે 11% નો રેકોર્ડ વધારો

માલની આયાતથી આવક 20% વધુ અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત)માંથી આવક ગયા વર્ષના સમાન મહિના કરતાં 8% વધુ

નવેમ્બર 2022 મહિનામાં કુલ GST આવક ₹1,45,867 કરોડ છે જેમાંથી CGST ₹25,681 કરોડ છે, SGST ₹32,651 કરોડ છે, IGST ₹77,103 કરોડ છે (માલની આયાત પર એકત્ર કરાયેલ ₹38,635 કરોડ સહિત) અને ₹10,433 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹817 કરોડ સહિત) સેસ છે.

સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી ₹33,997 કરોડ CGST અને ₹28,538 કરોડ SGSTને સેટલ કર્યા છે. નવેમ્બર 2022 મહિનામાં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે ₹59678 કરોડ અને SGST માટે ₹61189 કરોડ છે. વધુમાં, કેન્દ્રએ નવેમ્બર 2022માં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને GST વળતર તરીકે ₹17,000 કરોડ પણ જાહેર કર્યા હતા.

નવેમ્બર 2022 મહિનાની આવક ગયા વર્ષના સમાન મહિનાની GST આવક કરતાં 11% વધુ છે, જે પોતે રૂ. 1.31,526 કરોડ છે. મહિના દરમિયાન, માલની આયાતમાંથી આવક 20% વધુ હતી અને સ્થાનિક વ્યવહાર (સેવાઓની આયાત સહિત) ની આવક ગયા વર્ષના સમાન મહિના દરમિયાન આ સ્ત્રોતોમાંથી આવક કરતાં 8% વધુ છે.

નીચેનો ચાર્ટ ચાલુ વર્ષ દરમિયાન માસિક કુલ GST આવકમાં વલણો દર્શાવે છે. કોષ્ટક નવેમ્બર 2021 ની સરખામણીમાં નવેમ્બર 2022 મહિના દરમિયાન દરેક રાજ્યમાં એકત્રિત કરવામાં આવેલ GSTના રાજ્યવાર આંકડા દર્શાવે છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.