રેલવેની કમાણીમાં ૧૬ ટકાનો વધારો નોંધાયો
નવી દિલ્હી, રેલવેએ જણાવ્યું હતું કે એપ્રિલ-નવેમ્બર ૨૦૨૨ના સમયગાળામાં તેણે ૯૭.૮૭ મિલિયન ટન માલનું પરિવહન કર્યું હતું. ભારતીય રેલ્વે દેશમાં સૌથી મોટા ટ્રાન્સપોર્ટર તરીકે કામ કરી રહી છે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં રેલ્વેએ નૂર લોડિંગમાંથી સારી આવક મેળવી છે. નવેમ્બર મહિના સુધી, રેલવેની નૂરમાંથી કમાણી ગયા વર્ષની સરખામણીમાં ૧૬ ટકા વધુ નોંધાઈ છે.
કોરોના યુગમાં પડકારો વચ્ચે પણ રેલવેએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૮ મહિનામાં રેલવેનો નૂર ટ્રાફિક અને તેની કમાણી ગયા વર્ષના સ્તરને વટાવી ગઈ છે.
રેલવેએ ટિ્વટર પર આ જાણકારી આપી છે. રેલ્વેએ જણાવ્યું હતું કે એપ્રિલ-નવેમ્બર ૨૦૨૨ના સમયગાળામાં તેણે ૯૭.૮૭ મિલિયન ટન માલનું પરિવહન કર્યું હતું, જ્યારે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં આ આંકડો ૯૦.૩૧ મિલિયન ટન હતો.
આ રીતે, આ સમયગાળા દરમિયાન રેલવેના નૂર ટ્રાફિકમાં ૮ ટકાનો વધારો નોંધવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ૮ મહિનામાં રેલ્વેએ નૂરમાંથી રૂ. ૧,૦૫,૯૦૫ કરોડની કમાણી કરી છે, જે એક વર્ષ અગાઉ કરતાં ૧૬ ટકા વધુ છે.
એપ્રિલ-નવેમ્બર ૨૦૨૧માં રેલ્વેએ નૂરમાંથી રૂ. ૯૧,૧૨૭ કરોડની કમાણી કરી હતી. રેલવેએ નવેમ્બર મહિનામાં ૧૨.૩૯ મિલિયન ટન માલસામાનનું પરિવહન કર્યું, જે નવેમ્બર ૨૦૨૧ના ૧૧.૬૯ મિલિયન ટન કરતાં ૫ ટકા વધુ છે. રેલ્વેએ કહ્યું કે ‘હંગ્રી ફોર કાર્ગો’ ઝુંબેશ હેઠળ માલવાહક પરિવહનને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને કારણે તેણે આ સિદ્ધિ હાંસલ કરી છે.SS1MS