Western Times News

Gujarati News

એર ઇન્ડિયાએ બેંગલુરુથી સાન ફ્રાન્સિસ્કો નોન-સ્ટોપ સર્વિસ પુનઃ શરૂ કરી

પ્રતિકાત્મક

એર ઇન્ડિયાએ તેની સૌથી લોકપ્રિય બેંગલુરુ -સાન ફ્રાન્સિસ્કો નોન-સ્ટોપ સર્વિસ પુનઃ શરૂ કરીને ભારતથી અમેરિકાનું નેટવર્ક મજબૂત બનાવ્યું

નવી દિલ્હી, 2 ડિસેમ્બર, 2022: ભારતની અગ્રણી એરલાઇન અને સ્ટાર એલાયન્સની મેમ્બર એર ઇન્ડિયાએ તેની વૈશ્વિક સેવા મજબૂત કરવા અને વિસ્તરણ કરવાનાં તેનાં વિઝનને અનુરુપ બેંગલુરુને સાન ફ્રાન્સિસ્કો સાથે જોડતી નોન-સ્ટોપ ફ્લાઇટ પુનઃ શરૂ કરી છે. આ ફ્લાઇટ વિશ્વનાં બે ટેકનોલોજી હબ-ઓરિજિનલ સિલિકોન વેલી અને ભારતની સિલિકોન વેલીને જોડશે. આ ફ્લાઇટ 777-200LR સપ્તાહમાં ત્રણ વાર શુક્રવાર, રવિવાર અને બુધવારે ઓપરેટ થશે.

પ્રથમ ફ્લાઇટ AI 175 2 ડિસેમ્બર, 2022નાં રોજ 14:20 (સ્થાનિક સમય/LT) કલાકે બેંગલુરુથી રવાના થશે અને એ જ દિવસે સાન ફ્રાન્સિસ્કો ખાતે 17:00 કલાકે (LT) પહોંચશે. પ્રથમ રિટર્ન ફ્લાઇટ AI 176 2 ડિસેમ્બર, 2022નાં રોજ 21:00 (સ્થાનિક સમય/LT) કલાકે રવાના થશે અને એ જ દિવસે બેંગલુરુ ખાતે 04:25 કલાકે (LT) +2 પહોંચશે.

બેંગલુરુ અને સાન ફ્રાન્સિસ્કો વચ્ચે સીધુ અંતર 13,993 કિલોમીટર છે અને બંને શહેરો વિશ્વના વિરોધી છેડા પર સામ સામે છે અને તેનાં ટાઇમ ઝોનમાં આશરે 13.5 કલાકનો ફેરફાર છે. આ રૂટ પર કુલ ફ્લાઇટ ટાઇમ જે તે દિવસે હવાની ઝડપ પ્રમાણે 17 કલાકથી વધુ છે. આ ફ્લાઇટ માટેનો રૂટ સૌથી સલામત, ઝડપી અને સૌથી કિફાયતી છે.

આ સાથે એર ઇન્ડિયાની ભારત-અમેરિકા ફ્રિકવન્સી વધીને પ્રતિ સપ્તાહ 37 નોન-સ્ટોપ ફ્લાઇટ થઈ છે. હાલમાં, એર ઇન્ડિયાથી દિલ્હીથી ન્યૂયોર્ક, નેવાર્ક, વોશિંગ્ટન ડીસી, સાન ફ્રાન્સિસ્કો અને શિકાગો તથા મુંબઇથી નેવાર્કની નોન-સ્ટોપ ફ્લાઇટ ઓપરેટ કરે છે. એર ઇન્ડિયા મુંબઇ અને સાનફ્રાન્સિસ્કો અને ન્યૂ યોર્ક વચ્ચે તેની પ્રથમ નોન-સ્ટોપ સર્વિસ દ્વારા અમેરિકામાં તેની પાંખોનું વિસ્તરણ કરવા માટે સજ્જ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.