Western Times News

Gujarati News

વિધાનસભાની છેલ્લી ચાર ચુંટણીમાં અપક્ષ ઉમેદવારોને પપ લાખ વોટ મળ્યા

પ્રતિકાત્મક

ર૦૦ર થી ર૦૧૭ની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે હાર-જીતનું માર્જિન ૯૩ લાખ વોટનું રહયું

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, રાજય વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે તેમજ પાંચમી ડીસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. પ્રથમ તબક્કામાં થયેલ ઓછા મતદાનના કારણે રાજકીય પક્ષો મુંઝવણમાં છે ચૂંટણી પ્રચાર સમયે મૌન રહેલા મતદારો મતદાનના દિવસે પણ લગભગ મૌન રહયા છે

જેના કારણે આઠમી ડીસેમ્બરે બાજી કોણ મારી જશે ? તે ચર્ચાનો વિષય બન્યો છે. ચુંટણીમાં પરીણામ ગમે તે પાર્ટીની તરફેણમાં આવે પરંતુ ત્રીજી પાર્ટી કરતા પણ વધુ નિર્ણાયક અપક્ષોના મત રહેશે. રાજય વિધાનસભાની છેલ્લી ચાર ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોને સરેરાશ પાંચ ટકા કરતા વધુ મત મળ્યા હતા તથા ભાજપ-કોંગ્રેસની હારજીત ના તફાવતના ૬૦ ટકા કરતા વધુ મત અપક્ષ ઉમેદવારોના ફાળે ગયા હતા.

સ્વતંત્ર ગુજરાતમાં વિધાનસભાની પ્રથમ ચૂંટણી ૧૯૬રમાં યોજાઈ હતી. ૧૯૬રથી ર૦૧૭ સુધી થયેલ ચૂંટણીઓમાં ૯૧ અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગ જીતી ચુકયા છે રાજય વિધાનસભાની ર૦૦રથી ર૦૧૭ સુધી થયેલ ચાર ચૂંટણીમાં કુલ રર૮૬ અપક્ષ ઉમેદવારોએ દાવેદારી કરી હતી

જે પૈકી માત્ર ૦૮ ઉમેદવારો જ ચૂંટણી જીત્યા હતા જયારે રર૪૪ ઉમેદવારોની ડીપોઝીટ જપ્ત થઈ હતી ર૦૦રમાં ૩૪૪ પૈકી ૦ર, ર૦૦૭માં ૪૮૦ સામે ૦ર, ર૦૧રમાં ૬૬૮ દાવેદારી સામે માત્ર ૦૧ તથા ર૦૧૭માં ૭૯૪ ઉમેદવારો પૈકી ૦૩ અપક્ષ ચૂંટણી જંગ જીત્યા હતા.

૧૯૯૮ની ચૂંટણીમાં ૦૩ અપક્ષો ચૂંટણીમાં વિજેતા થયા હતા. જયારે ૧૯૯પમાં ૧૬૧૭ અપક્ષ ઉમેદવારોએ જંગમાં ઝંપલાવ્યું હતું જે પૈકી ૧૬નો વિજય થયો હતો ૧૯૯પમાં અપક્ષ ઉમેદવારોના ફાળે ૩૩.૭૬ લાખ વોટ આવ્યા હતા જે કુલ મતદાનના લગભગ ૧૮.૭પ ટકા હતા,

૧૯૯પની ચૂંટણીમાં ર૭ અપક્ષો બીજા ક્રમે તથા ૯૦ ઉમેદવાર ત્રીજા ક્રમે રહયા હતા જયારે ૧પપપની ડીપોઝીટ જપ્ત થઈ હતી. ૧૯૯પ પહેલા ૧૯૭પમાં ૧પ, ૧૯૮૦માં ૧૦ અને ૧૯૯૦માં ૧૦ અપક્ષો ચૂંટણી જંગ જીત્યા હતા જયારે ટકાવારીની દ્રષ્ટિએ જાેવામાં આવે તો ૧૯૯પમાં સૌથી વધુ ૧૮.ર ટકા વોટ, ૧૯૬રમાં ૧ર.૦ર, ૧૯૭રમાં ૧ર.૯૭ ટકા તથા ૧૯૭પમાં ૧૧.પર ટકા વોટ અપક્ષના ફાળે ગયા હતા.

રાજય વિધાનસભાની છેલ્લી ચાર ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ૯૩રર૭૮૪ વોટનો તફાવત રહયો હતો મતલબ કે આટલા વોટથી કોંગ્રેસની હાર થઈ હતી જેની સામે છેલ્લા ચાર વર્ષમાં અપક્ષોને ફાળે પપ૦૧૯૭૩ વોટ મળ્યા હતા જે હાર-જીત માર્જિનના લગભગ ૬૦ ટકા વોટ છે.

ર૦૦ર થી ર૦૧૭ દરમ્યાન અપક્ષ ઉમેદવારોને ર૦૧રમાં સૌથી વધુ ૧પ૯૭પ૮૯ મત મળ્યા હતા. છેલ્લી ચાર ચુંટણી દરમિયાન જાેવા જઈએ તો ર૦૦રમાં અપક્ષ ઉમેદવારોએ ૬.૬૧ ટકા, ર૦૦૭માં પ.૭ર ટકા, ર૦૧રમાં પ.૮૩ ટકા અને ર૦૧૭માં ૪.૦૩ ટકા મત મળ્યા હતા. જયારે ૧૯૯૮માં મતોની ટકાવારી પ.ર૪ ટકા હતી. ર૦૧૭ની ચુંટણીમાં અપક્ષ ઉમેદવારો ત્રીજા નંબરે રહયા હતા જયારે ર૦૧રની ચુંટણીમાં સૌથી વધુ ૧૦૪ બેઠકો પર અપક્ષ ઉમેદવારો ત્રીજા નંબરે રહયા હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.