ભરૂચમાં બે આંખલાઓ તોફાને ચઢતા વાહનોને નુકસાન
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ શહેર અને જીલ્લામાં રખડતા ઢોરોનું સતત દિવસે દિવસે ત્રાસ વધી રહ્યો છે.લોકોના જીવનું જાેખમ ઊભું થાયતે રીતે જાહેરમાર્ગો ઉપર ઢોરો અડીંગો જમાવી રહ્યા છે.ભરૂચ કલેકટર કચેરીના કીર્તિ સ્તંભથી જૂની મામલતદાર કચેરી ભૃગુઋષિ ઓવરબ્રિજ સુધીના જાહેર માર્ગ ઉપર રખડતા ઢોરો તોફાને ચડી રહ્યા છે
અને ઘણી વખત જાહેર માર્ગો ઉપર જ તે તોફાને ચડતા ઢોરોના કારણે વાહન ચાલકો અને રાહદારીઓમાં નાસભાગ મચી રહી છે. સવારના સમયે જ બે આંખલાઓ તોફાને ચડતા કેટલાય વાહનોને નુકસાન કર્યું હતું અને જાહેરમાર્ગ ઉપર ચાલતા રાહદારીઓમાં પણ દોડધામ મચી જવા પામી હતી.
જાહેરમાર્ગો ઉપર આંખલાઓ તોફાને ચડતા લોકોના જીવનું જાેખમ પણ ઊભું થઈ રહ્યું છે.સતત ૩૦ મિનિટ સુધી ૨ આંખલાઓ તોફાને ચડતા જાહેરમાર્ગોનો વાહન વ્યવહાર પણ બંધ કરવાની ફરજ પડી હતી અને જાહેરમાર્ગો પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવી પડી હતી.
અત્રે ઉલ્લેખને બાબતે પણ છે કે ભરૂચમાં જાહેરમાર્ગ ઉપર રખડતા ઢોરો કોઈ રાહદારીને અડફેટે લીધા બાદ દેખાવા પૂરતી ભરૂચ નગરપાલિકા જાગૃત થતી હોય છે અને ઢોરોને પાંજરે પૂરી પોતાની કામગીરી બતાવતા હોય છે.પરંતુ જ્યારે દુર્ઘટના સર્જાય ત્યારે જ અને ત્યાર બાદ પરિસ્થિતિ જે હતી તેવી જ થઈ જતી હોય છે.
જેના કારણે જાહેરમાર્ગ ઉપર તોફાને ચઢતા આંખલાઓ નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકોને જીવ લે તેવો ભયનો માહોલ ઉભો થયો છે.ત્યારે પાલિકા સતર્ક થઈ જાહેરમાર્ગો ઉપર રખડતા ઢોરોને પાંજરે પુરી માલિકો સામે પણ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.