ભાજપના પૂર્વ પ્રદેશ પ્રવકતાએ બોપલની શિવ આશિષ સ્કૂલમાં મતદાન કર્યુ
ભાજપના પૂર્વ પ્રદેશ પ્રવકતા શ્રી ભરતભાઈ પંડયાએ લોકશાહીના ઉત્સવમાં તેમના 90 વર્ષીય માતૃશ્રી, ધર્મપત્ની અને દિકરી સાથે 41-ઘાટલોડિયા મતક્ષેત્રના બુથ નં.194 (બોપલ-17)માં શિવ આશિષ સ્કૂલમાં મતદાન કર્યું હતું.
https://westerntimesnews.in/news/236147/bhupendrapatel-voted-at-shilaj-school/
શ્રી ભરતભાઈ પંડયાએ પરીવાર સાથે મતદાન કરીને જણાવ્યું હતું કે, મતદાન એ મંદિરમાં કરેલી લોકશાહીની પૂજા છે. ત્રણ પેઢી સાથે મતદાન કરીને કર્મના આનંદની અનુભૂતિ કરી છે.
કમળ એ શાંતિ,સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતિક છે. સર્વે મતદારોએ લોકશાહીના મહાઉત્સવમાં મતદાન કરવું જોઈએ એવી અપીલ કરી હતી.