પાલનપુરમાં મહેશ્વરી યુવક મંડળ દ્વારા ૨૬ મો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) પાલનપુર, પાલનપુરમાં તારીખ. ૪.૧૨.૨૦૨૨ રોજ.મહેશ્વરી યુવક મંડળ દ્વારા આજ રોજ સ્વ. ભરતભાઈ હોતચંદ પબાની ની યાદ માં ૨૬ માં બ્લડ ડોનેશન કેમ્પ ની ઉજવણી કરવામાં આવી. જેમાં સમાજ ના વડીલ શ્રી, મહિલા મંડળ ની બહેનો તેમજ યુવક મંડળ ના સભ્યો દ્વારા ૫૫ યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવેલ.
બનાસ બ્લડ બેંક દ્વારા પૂરતો સહયોગ આપવા માં આવેલ, સમાજ પ્રમુખ ગીરીશભાઈ રાઠી, યુવક મંડળ પ્રમુખ હાર્દિક રામવાણી, સમાજ કમિટી, યુવક મંડળ કમિટી, મહિલા મંડળ કમિટી, તેમજ સમાજ ના ડોકટર ગ્રુપ હાજર રહેલ, આ કાર્યક્રમ ને સફળ બનાવવા પ્રોગ્રામ કન્વીનર લોકેશ ચંદીરા અને કમિટી દ્વારા સારી કામગીરી કરેલ.