Western Times News

Gujarati News

લોકશાહીના અવસરને મતદાન થકી પોંખતા પેટલાદના કિન્નર સમાજના લોકો

(માહિતી)આણંદ, કોઈપણ વ્યક્તિના ઘરે પુત્ર કે પુત્રી નો જન્મ થાય અથવા તો તેમના લગ્ન લેવાય તેવા શુભ અવસરને પોંખવા માટે આંગણે એક મહેમાન અચૂક આવતા હોય છે અને તે છે થર્ડ જેન્ડર એટલે કે કિન્નર સમાજના લોકો. આ સમાજના લોકો આંગણે આવી શુભ અવસરે આશીર્વાદ આપે તેને લોકો શુભ પણ માનતા હોય છે. આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવા જ કિન્નર સમાજના લોકોનો અખાડો આવેલો છે.

પેટલાદ ખાતે આવેલા શ્રી દાદા ગંગા રામી કિન્નર અખાડાના ગાદીપતિ નાયક આરતીકુંવર મધુકુંવર કિન્નરની સાથે કિન્નર સમાજના ૧૦૦ થી વધુ લોકોએ લોકશાહીના આ પર્વને વધાવવા એક સાથે મતદાન મથકે પહોંચી તેમના મતદાન થકી લોકશાહીના અવસરને પોંખ્યો હતો. મતદાન બાદ શ્રી દાદા ગંગા રામી કિન્નર અખાડાના ગાદીપતિ નાયક આરતીકુંવર મધુકુંવર કિન્નરે જણાવ્યું હતું કે, અમારા કિન્નર સમાજના ૧૨૫ જેટલા મત છે. અમે બધા જાગૃત છીએ અને તેથી જ અમે આજે મત આપીને અમારી ફરજ બજાવી છે. લોકોને અમે અપીલ કરીએ છીએ કે, અમે કિન્નર જાતિના લોકો મતદાન કરીએ છીએ તો તમામ લોકોએ પણ દેશના ભલા માટે સો ટકા મતદાન કરવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.