Western Times News

Gujarati News

રોહિત શર્મા વન-ડેમાં સૌથી વધુ રન બનાવવામાં છઠ્ઠા ક્રમે

ઢાકા, ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્માએ મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે મેચમાં ૨૭ રનની ઈનિંગ દરમિયાન પૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધા. રોહિત શર્મા હવે વનડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. તેના નામે હવે ૯૪૦૩ રન નોંધાયા છે, જ્યારે મોહમ્મદ અઝહરુદ્દીને તેમની કારકિર્દીમાં ૯૩૭૮ રન બનાવ્યા હતા. જણાવી દઈએ કે સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. માસ્ટરે વનડેમાં ૧૮૪૨૬ રન બનાવ્યા છે.

રોહિતે બાંગ્લાદેશ સામે ૩૧ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા ફટકાર્યા હતા. જાેકે, સારી શરૂઆત બાદ તે શાકિબ અલ હસનના એક બોલે ક્લીન બોલ્ડ થયો હતો. ન્યુઝીલેન્ડ સામેની સીરીઝમાં આરામ આપવામાં આવેલ રોહિત આ મેચમાંથી પરત ફર્યો હતો. એવી આશા હતી કે તે ્‌૨૦ વર્લ્ડ કપના ખરાબ ફોર્મને અહીં છોડી દેશે, પરંતુ એવું થઈ શક્યું નહીં. ફરી એકવાર તેણે સારી શરૂઆત બાદ પોતાની વિકેટ ગુમાવી.

વનડેમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
સચિન તેંડુલકર – ૧૮૪૨૬
વિરાટ કોહલી – ૧૨૩૪૪
સૌરવ ગાંગુલી – ૧૧૨૨૧
રાહુલ દ્રવિડ – ૧૦૭૬૮
એમ એસ ધોની – ૧૦૫૯૯
રોહિત શર્મા – ૯૪૦૩
મોહમ્મદ અઝહરુદ્દીન – ૯૩૭૮
ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય દાવ ૪૧.૨ ઓવરમાં માત્ર ૧૮૬ રનમાં સમેટાઈ ગયો હતો.

તેના માટે કેએલ રાહુલે ૭૦ બોલમાં સૌથી વધુ ૭૩ રન બનાવ્યા, જેમાં ૫ ચોગ્ગા અને ૪ છગ્ગા સામેલ છે. તેના સિવાય માત્ર રોહિત શર્મા ૨૭, શ્રેયસ અય્યર ૨૪ અને વોશિંગ્ટન સુંદર ૧૯ બે આંકડાને સ્પર્શી શક્યા. શાકિબ અલ હસને ૫ અને ઇબાદત હુસૈને ૪ વિકેટ ઝડપી હતી. એક વિકેટ મેહદી હસનના નામે રહી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.