ચૂંટણી પંચ દ્વારા તાત્કાલિક EVMને લઈ કામગીરી કરાઈ-અનેક જગ્યાએ EVM ખોટવાયા
(એજન્સી)અમદાવાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ૯૩ બેઠકો પર સવારના ૮ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી. બીજા તબક્કાના મતદાનમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકોનો ૨૬ હજાર ૪૦૯ મતદાન મથકો પર મતદાન શરૂ થયું હતું.
જેમાં ૮,૫૩૩ શહેરી મતદાન મથકો અને ૧૭ હજાર ૮૭૬ ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે ૧૪ જિલ્લાના ૨ કરોડ ૫૧ લાખ ૫૮ હજાર ૭૩૦ મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો.
બીજા તબક્કાની ૯૩ બેઠકો પર કુલ ૮૩૩ ઉમેદવારો મેદાનમાં છે. બીજા તબક્કામાં મુખ્યમંત્રી, ૮ મંત્રી અને ૬૦ સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ- એનસીપી અને આપના ૨૭૯ ઉમેદવારો સહિત કુલ ૮૩૩ ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. આગામી ૮મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ૧૪ જિલ્લામાં જાેરશોરથી મતદાન થઈ રહ્યું છે અને લોકો લાઇનમાં ઊભા રહીને પણ મતદાન પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા હતા. ૩ વાગ્યા સુધીમાં કુલ ૫૦.૫૧ ટકા જેટલું મતદાન થયું હતું. એવામાં હાલ જણાવ મળ્યું છે કે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં પણ ઈવીએમ મશીન ખોટવાયું હતું.
અચાનક વેજલપુરમાં ઈવીએમ ખામી સર્જાતા ત્યાં મત કરવા પંહોચેલ મતદારોને પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. જાે કે ખામી સર્જાતાં તુરંત જ ટેકનીકલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરાઈ હતી. જણાવી દઈએ કે વેજલપુરની આંગણવાડી નંબર-૩માં ઈવીએમ ખોટકાયુ એટલા માટે મતદારોને ઘણી પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો.
અમદાવાદમાં બીજા તબક્કાનું મતદાન પૂરજાેશમાં ચાલુ છે એવામાં વેજલપુર સિવાય શાહીબાગની રાજસ્થાન હિંદી હાઈસ્કૂલમાં પણ ઈફસ્માં ખામી સર્જાઈ હતી. શાહીબાગની રાજસ્થાન હિંદી હાઈસ્કૂલમાં થતાં મતદાનના રૂમ નંબર ૪૨ના ઈવીએમમાં ખામી સર્જાઈ હતી અને એ ખામી સર્જાતા ૨૦ મિનીટ સુધી મતદારો મતદાન કરી શક્યા નહતા.
મહેમદાવાદ તાલુકાના કેસરા ગામના ઈવીએમમાં પણ ખામી સર્જાઈ હતી. મતદાનના મહાપર્વના દિવસે મતદાન પ્રક્રિયા અટવાતા કેસરા મતદાન મથકે મતદારોની લાંબી લાઈન લાગી હતી. આ સાથે જ ઈવીએમમાં ખામી સર્જાતા ગામ લોકોએ કેબિનેટ મંત્રી અર્જુનસિંહને ચૌહાણને બોલાવ્યા હતા.
મળતી જાણકારી અનુસાર એ સમયે પોલીસ વચ્ચે થઇ બોલાચાલી પણ થઇ હતી. જાે કે અર્જુનસિંહ ચૌહાણ તુરંત પહોંચ્યા કેસરા ખાતે મતદાન મથકે પંહોચ્યાં હતા અનેપરિસ્થિત શું છે એ વિશે જાણકારી પણ મેળવી હતી. સાથે જ કેબિનેટ મંત્રી અર્જુનસિંહને ચૌહાણે પ્રિસાઇડિંગ ઓફિસરને વહેલી તકે મતદાન શરૂ કરાવવા અપીલ કરી હતી.
પ્રિસાઇડિંગ ઓફિસરે આ વાત વિશે જણાવતા કહ્યું હતું કે, ‘ઈવીએમમાં તકલીફ નથી પણ જે ગામડાના વૃદ્ધ લોકો આવે છે તે મશીનના બટનને જાેરથી કે બે વખત દબાવે છે એટલા માટે મશીનમાં એરર આવે છે. એ પછી ફરી એ બટન દબાવીને અમારે ફરી શરૂ કરવું પડે છે એટલે એ એરર દૂર થઈ જાય છે. એનો મતલબ એમ છે કે ઈવીએમ મશીનમાં કોઈ તકલીફ નથી.