એસ્સાર પોર્ટ્સે હઝિરા પેસેન્જર ફેરી ટર્મિનલ સાથે ગુજરાત મેરિટાઇમ બોર્ડનાં વિઝનને સાકાર કર્યું
- એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ (ઇબીટીએલ)એ રેકોર્ડ આઠ મહિનામાં ટર્મિનલનું નિર્માણ કર્યું, જે એસ્સારની એન્જિનીયરિંગ અને પ્રોજેક્ટ મેનેજમેન્ટ કુશળતા પ્રદર્શિત કરે છે
- ટર્મિનલનાં મુખ્ય પાસાઓમાં બંને દરિયાઈ માળખા સામેલ છે, જેમ કે લેન્ડિંગ પ્લેટફોર્મ, પેસેન્જર વોકવે અને ફ્લોટિંગ પોન્ટૂન તેમજ કિનારા-આધારિત ટર્મિનલ સુવિધાઓ, જેમ કે ટર્મિનલ બિલ્ડિંગ, કાફેટેરિયા અને પાર્કિંગ
- એસએસઆર મેરિન સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ આજથી (15 નવેમ્બર, 2019) સુરત અને મુંબઈ વચ્ચે શરૂ થયેલી 200 પેસેન્જર્સની ક્ષમતા ધરાવતી પેસેન્જર ફેરી વેસ્સલ ક્રૂઝ મુંબઈ મેઇડનને ઓપરટે કરશે
- સલામત અને સુરક્ષિત સામૂહિક પરિવહન વ્યવસ્થા ફેરી સર્વિસ માર્ગ પર વાહનોની ગીચતા, ઇંધણનો વપરાશ અને પર્યાવરણ સાથે સંબંધિત પ્રદૂષણ ઘટાડશે
- સુરત અને ભાવનગર વચ્ચે પેસેન્જર ફેરી સર્વિસ શરૂ થવાની અણી પર; પ્રવાસનો સમય 10 કલાક (વાયા રોડ)થી ઘટીને 3.5 કલાક થશે
- આદરણીય પ્રધાનમંત્રીના સાગરમાલા વિઝનને સુસંગત રીતે દરિયાઈ પરિવહન દ્વારા લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો કરશે
હઝિરા, એસ્સાર પોર્ટ્સની કંપની એસ્સાર બલ્ક ટર્મિનલ લિમિટેડ (ઇબીટીએલ)એ જણાવ્યું હતું કે, કંપનીએ પેસેન્જર ફેરી ટર્મિનલ પર કામગીરી પૂર્ણ કરી છે, જેણે સુરતમાં હઝિરા પોર્ટ અને મુંબઈમાં બાન્દ્રા-વરલી સી લિન્ક વચ્ચે આજે ક્રૂઝ આધારિત પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવાનો માર્ગ મોકળો કર્યો છે. હઝિરા સ્થિત ટર્મિનલ ભવિષ્યમાં અન્ય વિવિધ રુટ પર પૂરી પાડવામાં આવતી ફેરી સેવાઓ તરફ પણ દોરી જશે, ભારતમાં દરિયાઈ પરિવહનમાં પરિવર્તન લાવશે.
ટર્મિનલ પ્રોજેક્ટનાં પ્રથમ તબક્કામાં સુરતમાં હઝિરા અને ભારતની આર્થિક રાજધાની મુંબઈ વચ્ચે પેસેન્જર્સની અવરજવર પર ધ્યાન કેન્દ્રિત કરશે. જ્યારે સુરત અને મુંબઈ વચ્ચે એર-રોડ અને રેલ-આધારિત જોડાણમાં નોંધપાત્ર વધારો કરશે, ત્યારે ગુજરાતમાં અન્ય દરિયાકિનારાનાં સ્થળો પર આ સેવાઓ લંબાવવાની યોજના છે, જેથી માર્ગો પર વાહનોની સંખ્યા ઘટશે, ઇંધણનો વપરાશ ઘટશે અને હવામાં પ્રદૂષણ પણ ઘટશે.
હઝિરા પેસેન્જર ફેરી ટર્મિનલ એસ્સાર કંપની દ્વારા નિર્મિત આ પ્રકારનું ત્રીજું ટર્મિનલ છે.
એસ્સાર પોર્ટ્સનાં એમડી અને સીઇઓ શ્રી રાજીવ અગ્રવાલે કહ્યું હતું કે, “અમે ગુજરાતમાં રો-રો ફેરી પ્રોજેક્ટમાં પ્રદાન કરી શક્યા છીએ એનો અમને ગર્વ છે, જે દેશનાં બાકી વિસ્તારો માટે કિંમતી ઉદાહરણ પ્રશસ્ત કરે છે. આ આપણા આદરણીય પ્રધાનમંત્રીનાં સાગરમાલાનાં વિઝનને આકાર આપે છે, જે દરિયાઈ રુટ દ્વારા કાર્ગો અને પેસેન્જરની અસરકારક મૂવમેન્ટનો માર્ગ પ્રશસ્ત કરે છે.
અમે કમર્શિયલ પોર્ટ ઓપરટેર હોવા છતાં અમે બહોળા સમુદાય માટે પેસેન્જર ટર્મિનલ પ્રોજેક્ટનું નિર્માણ કરવા આતુર હતાં. ફેરી સર્વિસ ગુજરાતમાં પ્રવાસનને મોટું પ્રોત્સાહન આપશે. અમે આ જ પ્રકારનાં પ્રોજેક્ટમાં પ્રદાન કરવા આતુર છીએ, જે આંતરિક જળમાર્ગનાં દેશનાં વિસ્તૃત નેટવર્કનો ઉપયોગ કરીને ભારતમાં દરિયાઈ પરિવહનની સંભવિતતા હાંસલ કરવામાં મદદરૂપ થશે.”
જીએમબી સાથે ઇબીટીએલ સમજૂતી –પ્રધાનમંત્રીનાં વિઝનને વેગ આપીને ગુજરાત મેરિટાઇમ બોર્ડ (જીએમબી)એ હઝિરામાં પેસેન્જર ફેરી ટર્મિનલને વિકસાવવા અને ઓપરેટ કરવા ઇબીટીએલને મંજૂરી આપી છે, જ્યાં કંપની 50 એમટીપીએ (મિલિયન ટન પર એન્યુમ – દર વર્ષે મિલિયન ટન) ઓપરેટ પણ કરે છે.
ઇબીટીએલએ ટર્મિનલની ડિઝાઇન અને નિર્માણની જવાબદારી લીધી હતી, જેમાં બંને દરિયાઈ માળખા સામેલ છે, જેમ કે લેન્ડિંગ પ્લેટફોર્મ, પેસેન્જર વોકવે અને ફ્લોટિંગ પોન્ટૂન તેમજ ટર્મિનલ બિલ્ડિંગ, કાફેટેરિયા અને વ્હિકલ પાર્કિંગ એરિયા જેવી દરિયાકિનારની સુવિધાઓ. એસ્સારની ઇન-હાઉસ કુશળતા અને સંસાધનોનો ઉપયોગ કરીને રેકોર્ડ સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ થયો હતો. ઉદાહરણ તરીકે, એસ્સારની પોતાની માલિકીનાં ડ્રેજર્સનો ઉપયોગ થયો હતો, જે ટર્મિનલનાં ઓપરેશન માટે જરૂરી ડ્રાફ્ટને સુનિશ્ચિત કરે છે.
ઇબીટીએલનાં સીઇઓ કેપ્ટન સુભાસ દાસે કહ્યું હતું કે, “આ પ્રોજેક્ટને શરૂ કરવા જીએમબીની મંજૂરી મળ્યાં પછી ફક્ત આઠ મહિનામાં પેસેન્જર ટર્મિનલનાં નિર્માણ માટે મારી ટીમને અભિનંદન આપું છું. આ પડકારજનક કામગીરી હતી, જેણે અમારી ટેકનિકલ કુશળતા અને પ્રોજેક્ટ અમલીકરણની ક્ષમતાઓની કસોટી કરી હતી. અમને આ પરિવર્તનકારક ફેરી સર્વિસ શરૂ કરવાનો માર્ગ મોકળો કરીને રેકોર્ડ સમયમાં પ્રોજેક્ટ શરૂ કરવા બદલ ગર્વ છે.”