એક્સ-બોયફ્રેન્ડ જોવા મળી જ્હાનવી કપુર તિરૂમાલા મંદિરમાં

બોલિવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂર પોતાના બિઝી શિડ્યુલમાંથી સમય કાઢીને તિરુમાલા મંદિરમાં ભગવાન વેંકટેશ્વરના દર્શન કરવા ગઈ હતી. જ્હાન્વી કપૂર અવારનવાર આ પ્રસિદ્ધિ મંદિરની મુલાકાત લેતી રહે છે. અભિનેત્રી શ્રીદેવીની જન્મતિથિ પર જ્હાન્વી તિરુમાલા મંદિરમાં જાય છે. Janhvi Kapoor Visits Tirumala Tirupati With Ex-Beau, Shikhar Pahariya
તિરુમાલા મંદિરમાં દર્શન વખતે જ્હાન્વી પારંપારિક વસ્ત્રોમાં જાેવા મળી હતી. નિયોન ગ્રીન રંગની સાડીમાં જ્હાન્વી ખૂબસૂરત લાગતી હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે, જ્હાન્વીએ મંદિરના દર્શનના સમયગાળામાં શિશ ઝૂકાવ્યું હતું.
રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, જ્હાન્વી કપૂરને રંગનાયકા મંડપમાં વૈદિક આશીર્વાદ પણ મળ્યા હતા. સુરક્ષાકર્મીઓ સાથે જ્હાન્વી મંદિરમાં દર્શન કરવા માટે પહોંચી હતી.

જ્હાન્વી સાથે એક યુવાન છોકરો દેખાઈ રહ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ જ્હાન્વીનો એક્સ-બોયફ્રેન્ડ શિખર પહારિયા છે. જ્હાન્વી મંદિરમાંથી દર્શન કરીને નીકળી તે સમયનો વિડીયો સામે આવ્યો છે. જેમાં તેની સાથે શિખર પહારિયા હોય તેમ લાગી રહ્યું છે. શિખર પહારિયા પણ દક્ષિણ ભારતીય પહેરવેશમાં જાેવા મળ્યો હતો.
જ્હાન્વી કાર સુધી પહોંચી ત્યાં સુધી તે તેની સાથે જ હતો. જ્હાન્વી કપૂરે મંદિરમાંથી નીકળ્યા બાદ નીચે બેસીને શિશ ઝૂકાવીને દર્શન કર્યા હતા. જ્હાન્વી કપૂર અગાઉ શિખર પહારિયાને ડેટ કરી ચૂકી છે.
બંનેનું બ્રેકઅપ થયા પછી થોડા દિવસો પહેલા જ બંને કેટલીક બોલિવુડ પાર્ટીઓમાં સાથે જાેવા મળ્યા હતા. ત્યારથી ચર્ચા શરૂ થઈ છે કે જ્હાન્વી અને શિખર ફરી એકબીજાના પ્રેમમાં પડ્યા છે.