નિયમો બદલાતા હોમ લોનની પ્રક્રિયા હવે સિમ્પલ બનશે
નવી દિલ્હી, જાે તમે હોમ લોનનું વિચારી રહ્યા છો તો આ માહિતી તમારા માટે મહત્વપૂર્ણ છે. હોમ લોનના નિયમો બદલવા જઈ રહ્યા છે. તેના માટે તમારે હવે બેંકે ધક્કા ખાવાની જરૂરિયાત રહેશે નહિ. CNBC ને મળતી માહિતી મુજબ, હવે હોમ લોનની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન થઇ શકે છે. આઇટી મંત્રાલયે પ્રોપર્ટી અને મોર્ટગેજ દસ્તાવેજાેને ડિજીટલ કરવા માટે લીલી ઝંડી આપી દીધી છે.
તમને જણાવી દઈએ કે હાલમાં તમે હોમ લોન માટે પ્રારંભિક રજીસ્ટ્રેશન કરો છો તો આ પછી તમારા દસ્તાવેજાેની ચકાસણી કરવામાં આવે છે. તમારા દસ્તાવેજાેની ચકાસણી કર્યા પછી જાે તે સાચા જણાય તો બેંક અધિકારીઓ વ્યક્તિગત રીતે જાય છે અને લેનારાની મિલકતની તપાસ કરે છે. આ પછી લોન લેનારનો ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે.
બધુ બરાબર થયા બાદ બેંક અધિકારીઓ લોન મંજૂર પત્ર જાહેર કરે છે. આ પછી લોન લેનાર અને બેંક વચ્ચે એક કરાર થાય છે. જેના હેઠળ લેનારાએ તેની સ્થાવર મિલકતના મૂળ દસ્તાવેજાે બેંકમાં જમા કરાવવાના હોય છે. લોન કરાર માટે સ્ટેમ્પ ડ્યુટી લોનની રકમના ૦.૧ થી ૦.૨ ટકાના દરે વસૂલવામાં આવે છે.
આ બધા પછી, એક દિવસ બેંક લોન લેનારને બોલાવે છે અને મિલકત વેચનારના નામે ચેક આપે છે. આ પછી તમારી લોનનો EMI શરૂ થાય છે. પ્રોપર્ટીની ખરીદી ઓનલાઈન પણ થઈ શકે છે. જાે રાજ્ય સ્ટેમ્પ અને નોંધણી કાયદા બદલે છે તો સ્થાવર મિલકતના વેચાણમાં તેજી આવશે.SS1MS