પૃથ્વીરાજમાં સંયોગિતાનું પાત્ર માનુષી છિલ્લર ભજવશે!
મિસ વર્લ્ડ 2017 માનુષી છિલ્લર ને શ્રેષ્ઠ અલૌકિક સુંદરતા ધરાવતી હોવા તરીકે વર્ણવવામાં આવે છે. આ જાજરમાન 22 વર્ષની યુવતીની ટોચના બોલિવુડના નિર્માતાઓ દ્વારા માગ કરવામાં આવી રહી છે. તેણી બોલિવુડમાં મોટા ડેબ્યૂ કરવા જઇ રહી હોવાની લાંબા ગાળાથી અફવા છે અને હવે આપણે સત્તાવાર રીતે કહી શકીએ છીએ કે તેણી તાજેતરમાં કોઇ પણ નવા આગંતુકની તુલનામાં મોટુ લોન્ચીંગ પ્રાપ્ત કરી રહી છે!
આ તેણી માટે બોલિવુડમાં ડેબ્યુ કરવું એક સ્વપ્ન સમાન હશે કેમ કે ભારતના સૌથી મોટા પ્રોડક્શન હાઉસ યશ રાજ ફિલ્મ્સે અભય અને શક્તિશાળી રાજા પૃથ્વીરાજના જીવન અને શૌર્ય પર આધારિત સૌથી મોટી ઐતિહાસિક ફિલ્મ માટે માનુષીને સાઇન કરી છે. તેમાં સુપરસ્ટાર અક્ષય કુમાર પૃથ્વીરાજનું પાત્ર ભજવનાર છે અને માનુષી પૃથ્વીરાજની પ્રેમિકા જાજરમાન સંયોગિતાનું પાત્ર ભજવશે.
“યશ રાજ ફિલ્મ્સ દ્વારા તેમની હીરોઇન તરીકે પસંદગી કરવામાં આવી તે મારા માટે ભારે સન્માનની વાત છે! આ મુસાફરી દ્વારા મને જે શીખવા મળશે તેના વિશે હું અત્યંત ખુશ છું અને સાથે રોમાંચ પણ અનુભવું છું. મારું જીવન અત્યાર સુધી ખરેખર એક પરીકથા જેવું રહ્યું છે. જેમાં મિસ ઇન્ડિયા બનવાથી લઇને અને ત્યાર બાદ મિસ વર્લ્ડ અને મારી ડેબ્યૂ ફિલ્મ તરીકે આ પ્રકારનો પ્રોજેક્ટ મળવા સુધી, આ તમામ બાબતો મારા જીવનના આકર્ષક પ્રકરણો જેવા છે.
રાજકુમારી સંયોગિતાનું પાત્ર ભજવવું તે ભારે મોટી જવાબદારી છે તેણી એક શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતી હતી અને તેણી હંમેશા સત્ય માટે લડી હતી અને પોતાની જાતે જ પોતાના જીવનના મોટા ભાગના નિર્ણયો કર્યા હતા. ભારતના ઇતિહાસમાં તેણીનું જીવન એક અગત્યનું પ્રકરણ છે અને હું શક્ય એટલી સચોટ રીતે તેને ભજવવા માટે મારા શ્રેષ્ઠ પ્રયત્નો કરીશ,” એમ માનુષીએ ઉમેર્યું હતું.
પૃથ્વીરાજનું દિગ્દર્શન ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદી દ્વારા કરવામાં આવી રહ્યું છે જેમણે ભારતમાં અત્યંત પ્રભાવશાળી વ્યૂહકાર ચાણક્યના જીવન અને સમય પર આધારિત સૌથી મોટી ટેલિવીઝનની ચાણક્ય સિરીયલનું તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત કરનાર પિંજરનું પણ દિગ્દર્શન કર્યું હતું. દ્વિવેદી કહે છે કે ‘અમે અસંખ્ય યુવાન, તાજગીવાળા ચહેરા ધરાવતી યુવતીઓનું આ પાત્ર ઓડીશન કર્યું હતું કારણ કે અમે આકર્ષક જાજરમાન ભારતીય હીરોઇનની શોધ કરતા હતા. સંયોગિતા અત્યંત મનોહર, શક્તિશાળી અને આત્મવિશ્વાસ ભરેલી હતી.
અમે એવી યુવતીની શોધમાં હતા જે સંયોગિતાના જાદુઇ વ્યક્તિત્વ સાથે મળતી આવે અને તે તમામ બાબતો અમે માનુષીમાં જોઇ. તેણીએ અસંખ્ય વખત ઓડીશન આપી હતી કારણ કે આ કાસ્ટીંગ બાબતે અમે પાકી ખાતરી કરવા માગતા હતા અને દરેક સમયે તે ખરી ઉતરી હતી. ત્યારથી તેણી સપ્તાહમાં છ દિવસ સુધી શુટીંગ કરે છે અને વાયરએફ દ્વારા છેલ્લા નવ મહિનાથી તેણી પર નજર રાખવામાં આવી રહી હતી.”
વાયઆરએફ હંમેશા શ્રેષ્ઠ પ્રતિભા ધરાવતા બહારની વ્યક્તિઓ જેમ કે રણવીર સિંઘ, અનુષ્કા શર્મા વગેરેને શોધી કાઢ્યા છે જેઓ ત્યાર બાદ પોતાની રીતે સ્ટાર બની ગયા હતા. તેથી દરેકની આંખો હવે એક હીરોઇન તરીકે માનુષી પર ટકેલી છે. વાયરઆફે પોતાની પ્રિતભારૂપે પણ માનુષીને સાઇન કરી છે અને માનુષીને પૂરતો ન્યાય આપશે.
માનુષી દિમાગ સાથે સુંદરતાનું પણ એક સારુ ઉદાહરણ છે કેમ કે માનુષી મજબૂત અવાજ ધરાવે છે અને એક અભિપ્રાય આગેવાન છે જે સામાજિક મુદ્દે સમર્થન આપે છે. મિસ વર્લ્ડ જીત્યા પછી તરત જ તેણીએ એક બિન નફાકારક સંસ્થા પ્રોજેક્ટ શક્તિની રચના અને સ્થાપના કરી હતી. જેનો હેતુ ભારતમાં મહિલાઓના માસિક સ્ત્રાવમાં સ્વચ્છતાનો હતો. માનુષી સેનિટેશનનો સંદેશો ફેલાવવા માટે ભારતના 20થી વધુ ગામડાઓમાં મહિલાઓ સાથે કામ કરી રહી છે. આજે આ સંસ્થા મહિલાઓમાં વિના મૂલ્યે પેડ્ઝ પૂરા પાડે છે અને સમાજની મહિલાઓને જીવન જીવવા અને સ્વનિર્ભર બનાવવા માટે પણ સક્ષમ બનાવી છે.
માનુષી ભૂતપૂર્વ મિસ વર્લ્ડ અને સુપર એચિવર્સ પ્રિયંકા ચોપરા અને ઐશ્વર્યારાય બચ્ચનની મોટી ચાહક છે અને તેમના પોતાના રોલ મોડેલ તરીકે ગણે છે. તેણી તાલીમબદ્ધ કૂચીપૂડી ડાન્સર છે અને તેણે મહાન ડાસર રાજા અને રાધા રેડ્ડી અને કૌશલ્યા રેડ્ડી હેઠળ તાલીમ પ્રાપ્ત કરી છે. પૃથ્વીરાજ દિવાળી 2020માં વિશ્વભરમાં પ્રસિદ્ધ થશે.