Western Times News

Gujarati News

આણંદની 7 વિધાનસભા બેઠકો ઉપર સરેરાશ અંદાજિત ૬૪.૯૧ ટકા મતદાન થયાનો અંદાજ

મતદારો અને મતદાર જાગૃતિ અભિયાનમાં યોગદાન આપનાર સર્વે પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ડી. એસ. ગઢવી

આણંદ જિલ્લાની ૭ બેઠકો માટેના ૬૯ ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં સીલ તા. ૮મીના રોજ મતગણતરી થશે

આણંદ, આણંદ જિલ્લાની સાત વિધાનસભા બેઠકોની સામાન્ય ચૂંટણી માટેના બીજા તબકકા અંતર્ગત યોજાયેલ મતદાન એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થવા પામ્યું હતું. આણંદ જિલ્લાની સાતેય બેઠકો માટે પ્રાપ્ત વિગતોને આધારે અંદાજિત ૬૪.૯૧ ટકા જેટલું મતદાન થયાનો અંદાજ છે.

આણંદ જિલ્લામાં થયેલ શાંતિપૂર્ણ મતદાન માટે નાગરિકો અને રાજકીય પક્ષો સહિત સર્વે પ્રતિ આભારની લાગણી વ્યકત કરતાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી ગઢવીએ જણાવ્યું હતુ કે, ચૂંટણી દરમિયાન તંત્રને મળેલ ફરિયાદોનો ત્વરિત નિકાલ કરવામાં આવ્યો હતો પોલીસ વિભાગે કાયદો-વ્યવસ્થા અને શાંતિ-સલામતી જાળવવામાં આપેલ યોગદાન અભિનંદનને પાત્ર રહયો હતો.

શ્રી ડી. એસ. ગઢવીએ મતદાતાઓને મતદાન વ્યવસ્થાની જાણકારી આપવાની સાથે મતદાન અર્થે સંકલ્પબધ્ધ કરવા તંત્રએ હાથ ધરેલી સઘન ઝુંબેશમાં યોગદાન આપનાર તમામ સ્વૈચ્છિક-સેવાભાવી સંસ્થાઓ, મંડળો, શિક્ષણ સંસ્થાઓ, યુવાનો તેમજ પ્રિન્ટ/ઇલેકટ્રોનિક મીડિયાએ આપેલ યોગદાનને બિરદાવી સૌ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, આણંદ જિલ્લાની સાતેય બેઠકો ઉપર અંદાજિત સરેરાશ ૬૪.૯૧ ટકા મતદાન થવા પામ્યું છે. જેમાં ૧૦૮-ખંભાતમાં ૫૮.૫૦ ટકા, ૧૦૯-બોરસદમાં ૬૦.૧૮ ટકા, ૧૧૦-આંકલાવમાં ૬૮.૪૪ ટકા, ૧૧૧-ઉમરેઠમાં ૬૮.૪૯, ૧૧૨-આણંદમાં ૬૦.૫૪ ટકા, ૧૧૩-પેટલાદમાં ૭૦.૧૪ ટકા અને ૧૧૪-સોજિત્રા વિધાનસભા બેઠક પર ૬૯.૮૪ ટકા મતદારોએ સરેરાશ મતદાન કર્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.