અંકલેશ્વરમાં સ્પોર્ટ્સ મીટનું આયોજન થતા ૧૩ શાળાના ૨૮૦૦ વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ભાગ લીઘો
સ્પોર્ટ્સ મીટ પાંચ દિવસ ચાલશે : સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો
(પ્રતિનિધિ) ભરૂચ, હાલ સાંપ્રત સમયમાં બાળકો મોબાઈલ ફોનનો ઉપયોગ વધારે કરે છે.બાળકો આઉટ ડોરની રમતો રમતા બંધ થઈ ગયા છે.ત્યારે બાળકોનો આઉટડોર રમતોમાં રુચિ વધે તેમજ બાળકો મોબાઈલ માંથી બહાર આવે તે હેતુથી અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ૧૬મી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.
રમત ગમતને પ્રોત્સાહન મળે તે માટે ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દ્વારા દર વર્ષે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.જે સ્પોર્ટ્સ મીટમાં જીઆઈડીસી વિસ્તારમાં આવેલ વિવિધ શાળાના બાળકો ભાગ લેતા હોય છે. સ્પોર્ટ્સ મીટમાં ૧૩ શાળાના ૨૮૦૦ જેટલા બાળકોએ ૧૦૦,૨૦૦ અને ૪૦૦ મીટર દોડ,ખોખો,વોલીબોલ તેમજ ચેસ સહિત ૧૫ જેટલી રમતો રમાડવામાં આવી હતી.
આ સ્પર્ધામાં બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.સ્પોર્ટ્સ મીટ આજથી પાંચ દિવસ ચાલશે જેમાં વિજેતા શાળા અને રમતવીરને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે.આ સ્પોર્ટ્સ મીટમાં સંચાલક ક્રિષ્ના મહારાઉલજી અને સભ્યો તેમજ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. આયોજકે આ અંગે જણાવ્યું હતું કે આજે ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ૧૬ મી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં ૧૨ સ્કુલોએ ભાગ લીધો છે.આ ગેમ્સમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર,૪૦૦ મીટર સહિત દોડ યોજાઈ હતી. તો સ્વિમિંગ,ચેસ,કબડ્ડી,ખો ખો સહિતની રમતો ૧૫રમાડવામાં હતી.તો આ સ્પોર્ટ્સ મીટ આજથી પાંચ દિવસ સુધી ચાલશે.આ પૈકી જે સ્કુલનું પરફોર્મન્સ સારું હશે તેને ઈનામ આપવામાં આવશે.તેમજ વિજેતા બાળકોને ઈનામ એનાયત કરવામાં આવશે. બધી સ્કૂલમાંથી થઈને ૨૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેશે. તો વિદ્યાર્થીઓને રમત ગમતમાં પ્રોત્સાહન મળે તે હેતુથી સ્પોર્ટ્સ મીટનું આયોજન કરવામાં આવ્યું છે.