પૂણેમાં ખરાબ હેન્ડરાઈટિંગને લીધે શિક્ષકે બાળકને માર માર્યો

પૂણે, મહારાષ્ટ્રના પૂણે શહેરમાં એંક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યાં એક મહિલા ટીચર પર ૬ વર્ષના બાળકને માર મારવાનો આરોપ છે. પરિવારનું કહેવું છે કે, બાળકની ખરાબ હેંડરાઈટિંગના કારણે ટીચરે બાળક સાથે મારપીટ કરી હતી. ઘટના બાદ બાળક ખૂબ જ ડરી ગયુ છે. પરિવારને આ ઘટનાની જાણ થતા જ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરી છે. આ મામલે પોલીસે આરોપી ટિચર વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી લીધી છે.
પોલીસે જણાવ્યું કે, શિક્ષિકા વિરુદ્ધ વનવાડી પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ ૫૦૬ હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે કહ્યું કે, વિદ્યાર્થીની ખરાબ હેંડરાઈટિંગથી નારાજ શિક્ષિકાએ ૨૦ ઓક્ટોબરના રોજ કથિત રીતે બાળકને સ્કૂલમાં માર મર્યો હતો. શિક્ષિકા પણ એ પણ આરોપ છે કે, તેમણે બાળકને એમ પણ કહ્યું હતું કે, તે આ ઘટના વિશે પોતાના પરિવારના સદસ્યોને ન જણાવે. નોન-કોગ્નિઝેબલ ગુનાના કિસ્સામાં, પોલીસ વોરંટ વિના આરોપીની ધરપકડ કરી શકતી નથી અથવા કોર્ટની પરવાનગી વિના તપાસ શરૂ કરી શકતી નથી.