Western Times News

Gujarati News

તમન્ના ભાટિયા વધુને વધુ ફિલ્મો કરવા માટે ઇચ્છુક

મુંબઇ, બાહુબલી અને બાહુબલી-૨ જેવી ફિલ્મોમાં કામ કરીને લોકપ્રિયતા મેળવી ચુકેલી તથા પોતાની અલગ ઓળખ ઉભી કરી ચુકેલી તમન્ના ભાટિયા હાલમાં અનેક ફિલ્મો હાથમાં ધરાવે છે. જો કે તેની પાસે હિન્દી ફિલ્મો નથી. તેની ફિલ્મ મહાલક્ષ્મી કેટલાક કારણસર અટવાઇ પડી છે. સાથે સાથે બોલિવુડ તરફથી હાલમાં કોઇ મોટી ઓફર પણ મળી રહી નથી. જો કે તે મોટી ફિલ્મ કરવા માટે આશાવાદી છે.

તમન્ના ભાટિયા વધુને વધુ ફિલ્મો કરવાની ઇચ્છા ધરાવે છે. તે હિન્દી ઉપરાત દક્ષિણ ભારતની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે. સાઉથમાં તે સૌથી મોટી સ્ટાર તરીકે તે રહી છે. તે દક્ષિણ ભારતની વધુને વધુ ફિલ્મ કરવા માટે તમિળ અને તેલુગુ ભાષા શિખી ચુકી છે. બાહુબલી ફિલ્મ માટે તમન્નાએ તલવારબાજી અને ઘોડેસવારી પણ શિખી હતી. એસએસ રાજામૌલીની ફિલ્મ બાહુબલી અને બાહુબલી-૨ ફિલ્મમાં કામ કરનાર અભિનેત્રી તમન્નાએ એ વખતે પોતાના રોલ મુજબ તલવારબાજી શિખી હતી. ઘોડેસવારી પણ શિખી હતી.

તમન્નાએ કહ્યુ છે કે તે તલવારવાર બાજી શિખી ચુકી છે. તે અવંતિકાના રોલમાં નજરે પડી હતી. જે યોદ્ધાના રોલમાં હતી. તેનુ કહેવુ છે કે ફિલ્મમાં તેનો પરિચય એક્શન સિક્વન્સ સાથે થાય છે. આના માટે તલવારબાજી આવડે તે જરૂરી હતુ. ફાઇટમાસ્ટર પીટચર હેન મારફતે ટ્રેનિંગ લીધી હતી. તેને એ વખતે ખબર પડી કે આના માટે બાજુમાં તાકાત જરૂરી છે. ફુટવર્ક પણ ખુબ જરૂરી હોય છે. એ વખતે તેને ખબર પડી કે કોઇ પણ સારા ડાન્સર સારા ફાઇટર તરીકે બની શકે છે.ફિલ્મોમાં એક્શન સિક્વન્સ ડાન્સિંગની જેમ જ કોરિયોગ્રાફ કરવામાં આવે છે. તમન્ના ભાટિયા કહે છે કે તે મેટલની તલવાર સાથે ટ્રેનિંગ મેળવી ચુકી છે. તમન્ના બોલિવુડ અને સાઉથની ફિલ્મો સાથે કરવા ઇચ્છુક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.