Western Times News

Gujarati News

“મારા અભિનયના સપનાંને ટેકો આપવા માતાએ નોકરી છોડી દીધી હતી” : આર્યન પ્રજાપતિ

એન્ડટીવી પર ઘરેલુ કોમેડી હપ્પુ કી ઉલટનપલટનમાં હૃતિકની ભૂમિકા ભજવતા આર્યન પ્રજાપતિએ બાળક કલાકાર તરીકે લાંબી મજલ મારી છે. હપ્પુ (યોગેશ ત્રિપાઠી) અને રાજેશ (કામના પાઠક)ના વધુ પડતા બુદ્ધિશાળી અને કટુ પુત્ર હૃતિકના પાત્ર સાથે તેણે દર્શકોને પેટ પકડીને હસાવ્યા છે. આર્યન ફિલ્મો અને ટેલિવિઝનમાં ચમક્યો છે અને ઘણા બધા નામાંકિત બોલીવૂડના કલાકારો સાથે કામ કર્યું છે. આ મુલાકાતમાં આર્યન મનોરંજન ઉદ્યોગમાં તેના પ્રવાસ, તેના વર્તમાન શો, તેના ડ્રીમ રોલ અને આગામી પ્રોજેક્ટો વિશે મજેદાર વાતો કરે છે.

૧. તારો અભિનયનો પ્રવાસ કઈ રીતે શરૂ થયો?
હું ત્રણ વર્ષનો હતો ત્યારે અરીસા સામે અને મારા મિત્રો સાથે નકલ કરતો. તેઓ બધા મને અભિનંદન આપતા અને કહેતા, હું છોટા પેકેટ બડા ધમાકા છું. મારી માતાએ મારી પ્રતિભા ઓળખી અને કેમેરા સામે મારી કુશળતા સુધારવા સખત મહેનત કરી. તેણે મારા અભિનયનાં સપનાંને ટેકો આપવા માટે તેની નોકરી છોડી દીધી. હું નાનો હતો છતાં તેની સાથે પ્રોડકશન હાઉસ અને જાહેરાત એજન્સીઓમાં જતો, તે આખો દિવસ મને જાેડે રાખતી અને મારા નર્સરી ક્લાસ પછી એક મીલ પર જીવતા તે હજુ યાદ છે.

૨. ટીવી ઉદ્યોગમાં તને કઈ રીતે ઓળખ મળી?
મેં ઘણી બધી કમર્શિયલ કરી, પરંતુ આરંભમાં ઝાઝી નામના મળી નહોતી. હું કોઈ પણ ઓડિશન માટે જતો ત્યારે મારા ઓડિશન ગમવા છતાં કાસ્ટિંગ ડાયરેક્ટરો મને કાસ્ટ કરતા નહોતા. તેઓ મારી માતાને કહેતા કે ભૂમિકા માટે હું બહુ નાનો દેખાઉં છું. મહિનાઓની સખત મહેનત પછી મને એક લોકપ્રિય શોમાં રવિ દુબે સર અને ઐશ્વર્યા સખુજા મેમ સાથે કેમિયો એપિયરન્સ મળ્યું. આ ભૂમિકાએ મને ટેલિવિઝન ઉદ્યોગમાં લોન્ચ કર્યો. લોકોએ મારી પ્રતિભાની નોંધ લીધી અને મને વિવિધ શો, ખસા કરીને કોમેડી પ્રકારમાં ઓફરો આવવા લાગી.

૩. હપ્પુ કી ઉલટન પલટનમાં તારા પાત્ર વિશે તને સૌથી સારું શું લાગે છે?
મારા પાત્રનું નામ. હું હૃતિક રોશન સરનો કટ્ટર ચાહક છું અને મને આ નામે ભૂમિકા મળી એ જાણીને બેહદ ખુશી થઈ. હપ્પુ કી ઉલટન પલટને મને ઘેર ઘેર ચર્ચિત નામ બનાવી દીધું છે, જેનાથી લોકો મને હૃતિક કહીને બોલાવવા લાગ્યા તે મને બેહદ ખુશી આપે છે.

૪. તારા ઓન-સ્ક્રીન ભાઈ બહેનો સાથે તારો કેવો સંબંધ છે?
હપ્પુ કી ઉલટન પલટનના સેટ્‌સ પર મારા સાથી ઝારા વારસી (ચમચી) અઅને સોમ્યા આઝાદ (રણબીર) સાથે મારું અદભુત જાેડાણ છે. અમે ત્રણેય એકત્ર ભરપૂર સમય વિતાવીએ છીએ. અમે જાેડે હોઈએ ત્યારે અમે સીન શૂટ કરતાં હોય તેવું લાગતું નથી અને મને લાગે છે કે અમારી ઉત્તમ કેમિસ્ટ્રી સ્ક્રીન પર દેખાય છે.
૫. આટલી યુવાન ઉંમરે બોલીવૂડના સ્ટાર સાથે કામ કરવાનું કેવું લાગે છે?

હમણાં સુધી મેં ચાર ફિલ્મ કરી છે અને બધી ફિલ્મના મારાં પાત્ર માટે સારા રિવ્યુઝ મળ્યા છે. મને સલમાન ખાન, ટાઈગર શ્રોફ, કુનાલ ખેમુ અને વરુણ ધવન જેવા કલાકારો સાથે નાની ઉંમરે કામ કરવા મળ્યું તે બદલ પોતાને ભાગ્યશાળી માનું છું. મારા પ્રોજેક્ટો માટે શૂટ કરવાની મજા આવે છે અને આ અદભુત લોકો વચ્ચે રહેવાનું ગમે છે. જાેકે ટાઈગર શ્રોફ અને કુનાલ ખેમુ ભૈયા સાથે મારું વિશેષ જાેડાણ છે. હું તેમને ભૈયા તરીકે બોલાવું છું. તેઓ મને બહુ સાથ આપે છે અને મારા જીવનનાં દરેક પાસામાં મને માર્ગદર્શન આપ્યું છે.

૬. કોઈ ડ્રીમ ભૂમિકા ખરી?
મને કવિતા લેખન અને રેપ ગમે છે. હું ઘણી બધી કવિતાઓ લખું છું અને મારી સ્કૂલ અને મારા શો હપ્પુ કી ઉલટન પલટનમાં ભરપૂર રેપિંગ અને ગાયન માટે મારી બહુ સરાહના થઈ છે. એકશન પ્રકારની ફિલ્મની જેમ જ મને મોટા પડદા પર રેપરની ભૂમિકા ભજવવાનું ગમે છે. આ મારું સૌથી મોટી સપનાની ભૂમિકા છે અને જાે કોઈ પણ બાયોપિકમાં દંતકથા સમાન રેપરની ભૂમિકા ભજવવા મારી પસંદગી થાય તો સપનું સાકાર થવા જેવું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.