ડેટિંગ એપ્સ : નવા ટ્રેન્ડ મુજબ બંધાઈ રહેલાં કૃત્રિમ સંબંધો !
ટિન્ડર અને અન્ય ડેટિંગ એપ્સ ફેસબુકની જેમ જ વળગણ લગાડી દે તેવી છે. એક અંદાજ પ્રમાણે ટિન્ડર પર લગભગ ૪પ૦ મિલિયન જેટલી પ્રોફાઈલને દરરોજ ચેકઆઉટ કરવામાં આવે છે
નવા સમયમાં લવ-મેરેજ માટેની પધ્ધતિઓમાં ઘણાં-બધાં બદલાવ આવ્યા છે. પ્રેમવિવાહ એટલે ભાગેડુ પ્રેમીઓની માફક ઘરથી દુર જઈને નવેસરથી સંસાર વસાવવો એ જૂની- પુરાણી રીત થઈ. હવે તો યુવાપેઢી પોતાના પેરેન્ટસની સામે પ્રેમનો જાહેરમાં એકરાર કરીને હકપૂર્વક ભ્રમ કરે છે. આ પધ્ધતિમાં પણ એક હિડન કેચ છે ! સોશિયલ ડેટિંગ અને મેટ્રોમોનિઅલ વેબસાઈટીસ આ બંને અલગ છે, પરંતુ તાજેતરના પરિણામો અને આંકડાઓ લગભગ સરખા છે.
‘લવ એટ ફર્સ્ટ સાઈટ’ નો આખો આઈડિયા જ ઈન્ટરનેટને લીધે ધરમૂળથી બદલી ગયો છે. જૂના ફિલ્મોમાં ઝાડની ફરતે ઘૂમતા પ્રેમલા-પ્રેમલીઓ માંહ્યલુ હવે કંઈ રહયંુ નથી ! ઈન્ટરનેટ, સ્માર્ટફોન અને એપ્લિકેશનોના આધુનિક જમાનાએ પ્રેમને પણ નવેસરથી વ્યાખ્યાયિત થવા માટે મજબુર કર્યો છે. હવે પ્રેમ છોકરીની આંખમાં કે તેનો સ્વભાવ પારખીને નહિ, પરંતુ પ્રોફાઈલ જાેઈને થવા માંડયો છે. આકર્ષક દેખાવ, સેકસી ફોટો, હાઈ સેલરી અને ઈમ્પ્રેસિવ કસ્યુનિકેશન સ્કિલ્સ જેવા પરિબળોને લીધે આ પ્રકારનો સંબંધ પહેલાં તો ડેટિંગ, અને બાદમાં લગ્નમાં પરિણામવા લાગ્યો છે.
એમાંય ટિન્ડર, હિન્જ, હેપન, મેચ, કોભ જેવી વેબસાઈટ કમ એપ્લિકેશને તો સાવ ડાટ વાળ્યો છે. ‘સ્લાઈપ રાઈટ’ અને ‘સ્વાઈપ લેફટ’ ના કોન્સેપ્ટે પ્રેમ શબ્દને જ એક મજાક બનાવી દીધો છે. પશ્ચિમના દેશોમાંથી વહેતી થયેલી આ હવાએ ભારતીય સંસ્કૃતિમાં પણ ક્યાંક ખૂબ મોટું ગાબડું પાડ્યું જ છે. તો ડાઉટ, દરેક વસ્તુમાં હકારાત્મકતા જાેવાની આપણી આદતે આ ફેકટરમાં પણ સારા પરિણામોની અલગ યાદી આપી છે. પણ સામે પક્ષે, આના ગેરફાયદાઓની સૂચિ જાેવા જઈએ તો એ ઘણી જ લાંબી છે !
ર૦૦૪ની સાલમાં આ વેબસાઈટનું પ્રમાણ જૂજ હતું. ઈન્ટરનેટ પર માત્ર ૮૪૪ સાઈટસ લાઈફ સ્ટાઈલ અને ડેટિંગને લગતી હતી અને અત્યારે જાેવા જઈએ તો આનું પ્રમાણ લાખોમાં છે ! ર૦૦પ-ર૦૧ર દરમિયાન ૩૪-૯પ ટકા અમેરિકનોએ સ્વીકાર્યું હતું કે તેઓ પોતાના જીવનસાથીને ઓનલાઈન મળ્યા છે.
અમેરિકાની નેશનલ પ્યુ રિસર્ચ સેન્ટરના એક સર્વે મુજબ, પુખ્તવયના અમેરિકોનું ઓનલાઈન રેટિંગનું પ્રમાણ ર૦૧૩માં ૯ ટકાથી વધીને ર૦૧પમાં ૧ર ટકા જેટલું થયું હતું જેમાં ૧૮ થી ર૪ વર્ષના યુવાઓની સંખ્યા ત્રણ ગણી વધી હતી જયારે પપ થી ૬પ વર્ષના વયોવૃધ્ધની સંખ્યા બમણી થઈ હતી. હાલમાં વિશ્વના કુલ ૬ ટકા લોકો ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરી રહયા છે જેઓ દર વર્ષે આ કંપનીઓને લગભગ કમ સે કમ ર.ર બિલિયન ડોલરનો ધંધો કરાવી આપે છે. નવાઈની વાત તો એ છે કે ઓનલાઈન ડેટિંગ કરી રહેલા આ જવાનિયાઓમાંથી એક તૃતિયાંશ ભાગના યુવાનો તો આ પહેલા કયારે કોઈનીય સાથે ડેટ પણ નથી ગયા ! કુલ પ ટકા અમેરિકનો એવા પણ છે જે આ એપ્સ થકી લગ્નેતર સંબંધો પણ બાંધી રહયા છે.
ભારતની વાત કરીએ તો, અહીંના મેટ્રો સિટીમાં ટિન્ડર વધુ પ્રચલિત છે ટિન્ડરે પણ પોતાનું એકાઉન્ટ ખોલવા માટે ફેસબુક અકાઉન્ટ હોવું જરૂરી છે. અકાઉન્ટ ખોલ્યા બાદ પોતાના પસંદગીના પાત્ર સાથે ઓનલાઈન મેચ (બન્ને સાઈડનો મેચ નહિ.. પ્રોફાઈલવાળા મેચ!) થાય તો ડેટિંગ પોસિબલ બને છે એપ પર ૬૬ટકા પ્રોફાઈલ પુરૂષોના છે. ભારતમાં ટુલી મેડલી, યુ જેવી ડેટિંગ એપ્લિકેશનો પણ તરખાટ મચાવી રહી છે.
રિસર્ચ સેન્ટરના પ૦ ટકા સભ્યોએ આવી ડેટિંગ સાઈટસને બિનહાનિકારક ગણાવી હતી જયારે ૪૩ટકા લોકોના મત મુજબ ઓનલાઈન ડેટિંગ કરવામાં ઘણો ખતરો રહેલો છે. ફેસબુક, ટવીટર, ઈન્સ્ટાગ્રામ પર જે પરેશાનીઓ આકાર લઈ રહી છે તે અહીયા પણ છે.. ફેક એકાઉન્ટસ ! પુરૂષો એપ પર સ્ત્રીઓના પ્રોફાઈલ બનાવી ગુના આચરે છે બીજી એક પરેશાની એ પણ છે કે પુરૂષો ડેટિંગના બહાને યોજાતી મીટિંગમાં સ્ત્રીઓ પર કે છોકરીઓ પર જબરદસ્તી કરી તેમને સેકસ માટે મજબુર કરે છે.
આવો જ એક કિસ્સો ર૦૧૬માં નોંધવામાં આવેલો. હેમ્પશાયરના જેસન લોરેન્સ નામના એક પ્રૌઢે ‘મેચ કોમ’ નામની ડેટિંગ એપ પર અકાઉન્ટ બનાવી હજારો સ્ત્રીઓને પોતાની શિકાર બનાવી હતી તેના પર બે સ્ત્રીઓની છેડતી અને પાંચ સ્ત્રીઓ પર બળાત્કાર કરવાનો કેસ ચાલ્યો અને સજાના ભાગરૂપે તેને ૧ર વર્ષની કેદ ભોગવવાનો વારો આવ્યો છે.
ટિન્ડર અને આવી અન્ય ડેટિંગ એપ્સ ફેસબુકની જેમ જ વળગણ લગાડી દે તેવી છે એક અંદાજ પ્રમાણે ટેન્ડર પર લગભગ ૪પ૦ મિલિયન જેટલી પ્રોફાઈલને દરરોજ ચેકઆઉટ કરવામાં આવે છે ટિન્ડરની વાર્ષિક ચેમ્બરશીપ ૧પટકાના દરે વધી રહી છે.
યુએસમાં ઓગસ્ટ, ર૦૧રમાં લોન્ચ કરવામાં આવેલી આ એપ્લિકેશને હાલમાં ડિજિટલ અને ફીઝિકલ ડેટિંગ વચ્ચે પુલ બાંધવાનું કામ કર્યું છે. ટિન્ડર પર અત્યારે દરરોજના ૬ મિલિયન (૬૦ લાખ)થી પણ વધુ પ્રોફાઈલ મેચ થાય છે. જેમાના ઘણા બધા લોકોની દોસ્તી પ્રેમના રસ્તા પાર કરી અંતે લગ્નમાં પરિણમે છે.તો મોટાભાગના એવા પણ છે જે માત્ર સેકસનો હેતુ સર થઈ જતા કોણ તું અને કોણ હું તો અભિગમ અપનાવે છે.
આ તો વાત થઈ ઓનલાઈન ડેટિંગની ! ભારતમાં તો આજકાલ મેટ્રીમોનિયલ સાઈટસની પણ રાફડો ફાટી નીકળ્યો છે સૌથી જુનામાં જુની ભારત મેટ્રીમોની કુલ ૧પ ભાષાઓમાં ઉપલબ્ધ છે ‘શાદી, કોમ’ જીવનસાથી, સિમ્પલી મેરી જેવી લગ્ન- વિષયક વેબસાઈટસની જાહેરાતો આપણે રોજબરોજ અખબારોમાં વાંચીએ છીએ. યંગ જનરેશન અને હવે તો તેમના માં-બાપ પણ સંતાનો માટે પાત્રની પસંદગી ઓનલાઈન કરતા થઈ ગયા છે. કોઈપણ જાતની ઓળખાણ વગર માત્ર ચહેરા અને સેલરીના આધારે બાંધવામાં આવેલા આવા સંબંધના તૂટવાના કિસ્સાઓ પણ આજકાલ નવા નથી.