રુશિલે હરિત ભારત માટે 12 કરોડ કૃષિ વનીકરણ વૃક્ષ વાવ્યાં,
હજારો નોકરીઓનું સર્જન કર્યું, ગ્રામીણ પરિવારોનો ઉધ્ધાર કર્યો
ઝડપથી ઊગતા, ટૂંકા ગાળાનાં પાક અને જવાબદાર કૃષિથી ગામડાંમાં આર્થિક વૃધ્ધિને વેગ મળશે, રાષ્ટ્રનાં સાતત્યતાનાં લક્ષ્યાંકો હાંસલ કરી શકાશે અને ઉત્પાદકતામાં સુધારો થશે
બેંગલુરુ/વિશાખાપટ્ટનમ, સ્માર્ટ લિવિંગ સોલ્યુશન્સમાં વૈશ્વિક અગ્રણી અને સમકાલીન રેસિડેન્શિયલ અને કમર્શિયલ ક્ષેત્રમાં પરિવર્તન લાવનાર રુશિલ ડેકોર (BSE: 533470, NSE: RUSHIL)એ આજે જાહેરાત કરી હતી કે તેણે છેલ્લાં ચાર વર્ષમાં કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં 12 કરોડ કૃષિ વનીકરણ (Agroforestry) વૃક્ષોનું વાવેતર કર્યું છે Rushil plants 120 million agroforestry trees.
અને ગ્રામીણ પરિવારોની ઉત્પાદકતા, રોજગાર, આવક અને આજીવિકા વધારવા માટે પાક અને ઢોરઢાંખરને સંકલિત કરીને તેનાં કૃષિ વનીકરણ કાર્યક્રમોને વધુ મજબૂત કરવા પ્રતિબધ્ધ છે. આનાથી સીમાંત ખેડૂતોને લાભ થયો છે. આ ઉપરાંત કંપની 20,000 કુશળ અને બિનકુશળ લોકોને રોજગારી આપી રહી છે, જેમાં ખેડૂતો, ખેત મૂજરો અને લણણી કરનારા મજૂરોનો સમાવેશ થાય છે.
વનીકરણમાં કર્ણાટકનાં ચીકમંગલુર, હાસન અને શિમોગા જિલ્લાઓમાં પાંચ કરોડથી વધુ વૃક્ષો અને આંધ્રપ્રદેશનાં વિશાખાપટ્ટનમ, પૂર્વ ગોદાવરી અને વિઝિયાન્ગરમ જિલ્લાઓમાં સાત કરોડ વૃક્ષોનો સમાવેશ થાય છે. ઝડપથી ઊગતા અને ટૂંકા ગાળાનાં પાક યુકેલિપ્ટસ (નિલગીરી), Casuarina, Silver Oak અને Acaciaનો ઉપયોગ ઉદ્યોગમાં કાચા માલ તરીકે થાય છે,
જેનાંથી પ્લાન્ટેશન કરતાં ખેડૂતો, કૃષિ મજૂરો અને મહિલા મજૂરોને સીધી આવક મળે છે. કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં રુશિલ નાં આધુનિક ફ્યુચર બોર્ડ્સ (MDF) પ્લાન્ટ્સ કૃષિ વનીકરણ લાકડું ખરીદે છે, જેને કારણે વર્ષે લાખો માનવ દિન રોજગારી મળે છે અને 10 વર્ષનાં અક્ષય સ્ત્રોતોમાં ત્રણ રોટેશન સાયકલને કારણે ગ્રામીણ અર્થતંત્ર સતત ચાલ્યા કરે છે.
રુશિલ ડેકોરની ટીમ કાચા માલનો અવરિત પૂરવઠો સુનિશ્ચિત કરવા માટે ગ્રામીણ ખેડૂતોને સાંકળીને કૃષિ વનીકરણ માટે તેમને આધુનિક ટેકનોલોજી પૂરી પાડે છે, નર્સરી દ્વારા વિવિધ કૃષિ વનીકરણ જાતોનાં બીજ અને રોપાઓ, જરૂરી સબસિડી અને માલની અવરજવર માટેનો ટેકો પૂરો પાડે છે. આ ઉપરાંત, ફેક્ટરી અને જિલ્લા કેન્દ્રો પર તાલીમ અને માર્ગદર્શન પણ પૂરાં પાડે છે, મટિરિયલનું વિતરણ કરે છે, લણણી માટે ભાવની તાજા માહિતી આપે છે અને વેચાણમાં પણ મદદ કરે છે.
રુશિલ ડેકોરની આધુનિક સુવિધાઓ ફર્નિચર, પેનલ, પરિવહન જેવા સ્થાનિક આનુષાંગિક ઉદ્યોગો તથા સ્થાનિક કારીગરોને પણ મદદ કરે છે, જેને પગલે રોજગારની નોંધપાત્ર તકો સર્જાઇ છે. કંપનીનાં પ્લાન્ટસ વ્યૂહાત્મક રીતે કાચો માલ પૂરો પાડતાં કૃષિ વનીકરણ વૃક્ષોની નજીક આવેલાં છે, તેથી સાતત્યપૂર્ણ આજીવિકા મળે છે,
સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ અને ઓટોમેટેડ રોબોટિક ઉત્પાદનને કારણે ટ્રાન્સપોર્ટેશન ઘટવાથી પ્રદૂષણમાં પણ ઘટાડો થાય છે. રુશિલ ડેકોરે કૃષિ વનીકરણમાં તેમની ક્ષમતાઓ વિસ્તારવા અને ખેડૂતો પાસેથી વ્યૂહાત્મક રીતે કાચો માલ પ્રાપ્ત કરવા ઇન્ડિયન પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ (IPIRTI), ઇન્સ્ટિટ્યૂટ ઓફ વુડ સાયન્સ એન્ડ ટેકનોલોજી (IWST) અને એસોસિએશન ઓફ ઇન્ડિયન પેનલબોર્ડ મેન્યુફેક્ચરર (AIPM) સાથે ભાગીદારી કરી છે, જે બંને પક્ષો માટે લાભદાયી સંબંધોનું સર્જન કરે છે.
કૃષિ વનીકરણ (Agroforestry) એક પ્રકારની ‘લેન્ડ યુઝ સિસ્ટમ’ છે, જેમાં કૃષિ જમીન અને ગામડાંની જમીન પર વૃક્ષો અને ઝાડવાંને એકીકૃત કરવામાં આવે છે. આનાથી ઉત્પાદકતા, નફાકારકતા, વૈવિધ્યતા અને વાતાવરણની સાતત્યતામાં વધારો થાય છે. આ ગતિશીલ, ઇકોલોજી આધારિત નેચરલ રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે, જે ખેતર અને કૃષિલાયક જમીનમાં જંગલી બારમાસી પાકનું સંકલન કરીને ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને સાતત્યતા લાવે છે અને સામાજિક સંસ્થાઓનું નિર્માણ કરે છે.
રુશિલ કે ઠક્કર, ડિરેક્ટર, રુશિલ ડેકોર લિમિટેડ (ભારત)એ જણાવ્યું હતું કે, “જળવાયુ પરિવર્તનની કટોકટી સામે વૃક્ષો અમારું શ્રેષ્ઠ રોકાણ છે. એક જવાબદાર સંસ્થા તરીકે રુશિલ ડેકોરમાં અમે કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને ગ્રામીણ વિકાસની સામાજિક, આર્થિક અને પર્યાવરણીય સાતત્યતાનો વ્યાપ વધારવા કૃષિ વનીકરણને પ્રોત્સાહન આપવા પ્રતિબધ્ધ છીએ.
કૃષિ જમીન પ્રણાલિમાં વૃક્ષોનો સારી રીતે ઉપયોગ કરવાથી જીવવિવિધતાની જાળવણીમાં પણ મહત્વપૂર્ણ પ્રદાન થઈ શકે છે. કૃષિ વનીકરણથી અન્ન ઉત્પાદનમાં વૈવિધ્યીકરણ અને સાતત્યતામાં મદદ મળે છે અને સ્કેલ-શેપિંગ ગ્રીનર પ્લાન્ટ ખાતે મહત્વનાં સામાજિક, આર્થિક અને પર્યાવરણીય લાભો પૂરાં પાડે છે, જે ભવિષ્ય માટે સારું છે.”
રુશિલ નાં કૃષિ વનીકરણ આધારિત છોડ પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા સીમાંત અને નાના ખેડૂતો માટે લાભદાયી છે. આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં આર્થિક વેગ, સાતત્યપૂર્ણ આજીવિકા અને કુશળ અને બિનકુશળ લોકોને રોજગારની તકો પૂરી પાડવાનાં હેતુથી આ પહેલ શરૂ કરવામાં આવી છે. કૃષિ બજાર સમિતિ અને કર્ણાટક ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (KFDC) જેવી સ્થાનિક સંસ્થાઓ સાથે રુશિલ નાં જોડાણને કારણે તેઓ ખેડૂતોએ સ્થાનિક સ્તરે ઉગાડેલાં કૃષિ વનીકરણ લાકડાંને ખરીદે છે.
જીવન ધોરણમાં સુધારો થવાથી લાકડાંની જરૂરિયાતે એગ્રો ફાર્મિંગને વેગ આપ્યો છે, જેને કારણે ઉદ્યોગોનું ‘ફાર્મ ટુ ફર્નિચર’નું વિઝન સાકાર થયું છે. સાતત્યપૂર્ણ કૃષિ માટે વૃક્ષો ભવિષ્ય છે અને વિશ્વએ જળવાયુ પરિવર્તનની અસર ડામવા માટે કૃષિ વનીકરણ ઉત્પાદકતા વધારવા માટે નવીન વિકલ્પો અપનાવવા જોઇએ જે સાતત્યપૂર્ણ પારિસ્થિતિક તંત્રનું નિર્માણ કરશે.
ઉદ્યોગનાં અંદાજ પ્રમાણે રાષ્ટ્રીય સ્તરે કૃષિ વનીકરણને મજબૂત કરવાથી અર્થતંત્રને નોંધપાત્ર લાભ થશે અને કોમ્પોઝીટ પેનલ ઉદ્યોગો આશરે 20થી 25 લાખ લોકો માટે રોજગારીની તકો સર્જી શકે છે. 11-11.5 કરોડ CBM ટિમ્બર (ટિમ્બર ટુ ફર્નિચર)ની સંપૂર્ણ વેલ્યુ ચેઇન 15 અબજ ડોલરની મૂલ્ય-વર્ધિત ચીજો બનાવી શકે છે. એક મહત્વનો લાભ છે કાર્બન ઘટાડાનો. વન વિસ્તારમાં વધારો અને તે પણ નાના વૃક્ષોને કારણે 2050 સુધીમાં બે અબજ મેટ્રિક ટન કાર્બન ઘટાડાની ક્ષમતા છે.
ગ્રાહકોમાં વધી રહેલી જાગૃતિ અને વિવિધ ઉપયોગિતાને કારણે ભારતમાં એમડીએફનો વપરાશ વધી રહ્યો છે. આ ઉદ્યોગ 2021માં અંદાજે રૂ. 3,000 કરોડથી 15થી 20 ટકાનાં વાર્ષિક ચક્રવૃધ્ધિ દરે (CAGR) વૃધ્ધિ કરીને 2026 સુધીમાં રૂ. 6,000 કરોડે પહોંચવાનો અંદાજ છે. ભારત MDF ક્ષેત્રમાં અગ્રણી છે અને ઇન્ટિરિયર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મટિરિયલ તરીકે તેનો મોટો ઉપયોગ થાય છે. કાર્બન ઉત્સર્જન ઘટાડે તેવી જવાબદાર પ્રોડક્ટ્સ ખરીદવા માંગતા વિશેષ ગ્રાહકો અને આધુનિક ઓફિસો, ઝડપી શહેરીકરણ, રિયલ એસ્ટેટ સેક્ટરમાં તેજી અને ‘ન્યૂક્લિયર ફેમિલી’માં વધારો વગેરેને કારણે MDFનાં બજારમાં વૃધ્ધિ થશે. વિક્સિત દેશોમાં MDFનો બજાર હિસ્સો 70 ટકા છે પણ ભારતમાં માત્ર 30 ટકા હોવાથી MDF બજાર વધવાની મોટી તક છે.
MDF એ થર્મોસ્ટેટિંગ રેઝિન્સ અને મીણનો ઉપયોગ કરીને ભારે દબાણ હેઠળ દબાવવામાં આવેલાં વુડ ફાઇબર્સમાંથી બનાવવામાં આવેલી એન્જિનિયર્ડ પ્રોડક્ટ છે. મજબૂતી માટે ભારે તાપમાન અને દબાણ દ્વારા તેની સુંદર પેનલનું નિર્માણ થાય છે. MDFની કેટલીક ગુણવત્તાઓ તો વુડ, પ્લાયવુડ અને પાર્ટિકલ બોર્ડનાં વિકલ્પ તરીકે આદર્શ છે.