ભાજપમાંથી રાજીનામુ આપી અપક્ષ ચુંટણી લડી રહેલા મધુ શ્રીવાસ્તવ હાર્યા
વડોદરા, વાઘોડીયા બેઠક પર મધુ શ્રીવાસ્તવ પહેલાથી જ ચર્ચામાં રહ્યા છે ભાજપે ટિકિટ ન આપતાં તેમણે ભાજપમાંથી રાજીનામુ આપીને અપક્ષ તરીકે ચુંટણી લડયા હતાં જાે કે તેમનો પરાજય થયો છે એ યાદ રહે કે ચૂંટણીમાં મતદાન પૂર્ણ થાય બાદ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યા હતાં. તેમણે કહ્યું કે, હું અપક્ષમાં જ રહીશ જીતીશ તો પણ ભાજપમાં નહીં જાેડાઉં તેમ મધુ શ્રીવાસ્તવે ટિકિટ ના મળવાની નારાજગીને લઈને નિવેદન આપ્યું છે.
ભાજપે વડોદરાની વાઘોડિયા બેઠક પરથી મધુ શ્રીવાસ્તવની ટિકિટ કાપીને અશ્વિન પટેલને ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યારે અપક્ષ ઉમેદવાર મધુ શ્રીવાસ્તવ હતા જેઓ ૬ ટર્મથી ચૂંટણીમાં જીતતા આવ્યા છે. જે બાદ મધુ શ્રીવાસ્તવે ટિકિટ ના મળતાં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે દબંગ નેતાની છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા બેઠક પરથી અપક્ષ તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. વડોદરામાં બીજા તબક્કાના મતદાન બાદ મધુ શ્રીવાસ્તવે જીતનો દાવો કર્યો છે કે હું ચૂંટણી જીતીશ તો પણ અપક્ષમાં જ રહીશ.
પાર્ટીમાં જાેડાવું કે નહીં, હું મારા કાર્યકર્તાની સલાહ મુજબ ર્નિણય લઈશ. મારે કોઈનો પક્ષ જાેઈતો નથી.જાે કે તેમનો પરાજય થયો છે. વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી બેઠક છે અને તે વડોદરા લોકસભા બેઠક હેઠળ આ બેઠક પર મધુ શ્રીવાસ્તવનો દબદબો રહ્યો છે. આ બેઠક ૧૯૬૨થી ૧૯૮૫ સુધી કોંગ્રેસ પાસે હતી. જે પછી મધુ શ્રીવાસ્તવ ૧૯૯૫થી ૨૦૧૭ સુધી એટલે કે ૬ વખત જીતતા રહ્યા અને જીત તેમને ૨૦૧૭ સુધી જાળવી રાખી છે. મધુ શ્રીવાસ્તવ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા છે અને તેમનો પરાજય થયો છે.