બાયડ માલપુર વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવારનો ભવ્ય વિજય
(પ્રતિનિધિ)બાયડ, બાયડ માલપુર વિધાનસભા સીટ પર ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા વચ્ચે રસાકસી ભર્યો ત્રિ પાખીઓ જંગ જામ્યો હતો જેમાં અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા નો ૬૧૦૦ વોટ થી ઐતિહાસિક જીત મળતા તેમના સમર્થકોમો અનેરો ઉત્સાહ જાેવા મળ્યો હતો અને ફટાકડા ફોડી ભવ્યથી ભવ્ય જીતની ઉજવણી કરવામાં આવી હતી બાયડ માલપુર વિધાનસભા સીટ પર અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા ને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપતા નારાજ થઈ સમર્થકોની વાતને વાચા આપી અને સમર્થકો સાથે વિચાર વિમર્શ કરી અપક્ષ માંથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રચંડ જન સમર્થનના લીધે ધવલસિંહ ઝાલા નો આત્મવિશ્વાસ પ્રબળ બન્યો હતો ધવલસિંહ ઝાલા ની ભારતીય જનતા પાર્ટી ટિકિટ ના મળતા ક્ષત્રિય ઠાકોર સેનામાં પણ નારાજગી જાેવા મળી હતી તેમાં પણ કોંગ્રેસના ઉમેદવાર તરીકે મહેન્દ્રસિંહ વાઘેલા પણ બાયડ વિધાનસભા સીટ પર ઉમેદવારી કરી હતી પરંતુ તેઓને પણ આ સીટ ઉપર કારની હારનો સામનો કરવો પડ્યો હતો અને પોતાની પરંપરાગત કોંગ્રેસની સીટ પણ ગુમાવવાનો વારો આવ્યો હતો અને કોંગ્રેસ તો ત્રીજા નંબરે જતા ભાજપ અને અપક્ષ વચ્ચે રસાકસી નો જંગ જામતો જાેવા મળી રહ્યો હતો.
જ્યારે બાયડ વિધાનસભા અપક્ષો સહિત કુલ ૧૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી અને અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા વચ્ચે કાંટાની ટક્કર જાેવા મળી હતી ગણતરીના છેલ્લા રાઉન્ડ ના અંતે અપક્ષ ઉમેદવાર ધવલસિંહ ઝાલા નો ૬૧૦૦ ઉપરાંત મતોથી ઐતિહાસિક વિજય થતા સમર્થકોમો ખુશીની લહેર જાેવા મળી રહી છે