નારણપુરા વિધાનસભામાં બે ઉમેદવારોને નોટા કરતાં પણ ઓછા વોટ મળ્યા

અમદાવાદ જિલ્લાની કુલ 21 બેઠકો પર 59.05 ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લામાં કુલ 35,45,691 મતો પડ્યા હતા. અમદાવાદ જિલ્લાની બેઠકોમાં વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ઘોળકા, ધંધૂકાનો સમાવેશ થાય છે.
નારણપુરા ભાજપના ઉમેદવાર જિતેન્દ્રકુમાર રમણલાલ પટેલ (જીતુ ભગત) ની જીત થઇ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સોનલ પટેલની હાર થઇ છે. સોનલ પટેલના માત્ર 15360 મત જ મળ્યા હતા તેમજ આમ આદમી પાર્ટીના પંકજ પટેલને 11778 વોટ મળ્યા હતા.
બહુજન સમાજ પાર્ટીના ગીરીશ રાવતને 985 1029 વોટ અને ભારતીય જન પરીષદના પુજાભાઈ સલાટને 613 વોટ મળ્યા હતા. જે નોટાને મળેલા 2616 કરતાં પણ ઓછા હતા.
આ બેઠક 2008ના સીમાંકન પછી અસ્તિત્વમાં આવી હતી અને તે ગાંધીનગર લોકસભા મતવિસ્તાર બનેલી સાત વિધાનસભા બેઠકોમાંથી એક છે. આ વિધાનસભા બેઠકમાં અમદાવાદ શહેર તાલુકાના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ નં. – 11, 12, 13, 14નો સમાવેશ થાય છે.