મહિલાઓના વધુ મતદાનવાળી ૧૦ બેઠક પર ભાજપના ઉમેદવારો જીત્યા
(એજન્સી)અમદાવાદ, વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતાઓ અને કાર્યકરો જે મુદ્દાથી ફફડટા હતા, તે મુદ્દાને ગૃહીણીઓએ સાઈડમાં મુકીને ભાજપની જાેળીમાં મતોનો વરસાદ કર્યો હોવાનું કેટલીક સીટોના તારણ પરથી સ્પષ્ટ થાય છે. રાજ્યમાં ૧૮૨માંથી દસ વિધાનસભા સીટો પર પુરૃષો કરતા મહિલાઓએ વધુ મતદાન કર્યું હતું.
આ દસે-દસ સીટો ભાજપની જાેળીમાં ગઈ હતી. આમ, આ ચૂંટણીમાં મહિલા મતદારોએ પણ મોંધવારીના મુદ્દાને સાઈડમાં મુકીને ભાજપ તરફી વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને બંનેને એકબીજાથી આ દસ સીટો પર એક-એક સીટનું નુકશાન ગયું હતું.
તે સીટમાં દાહોદ મહિલા મતદારોએ જે દસ સીટો પર વધુ મતદાન કર્યું તેમાં પંચમહાલ જીલ્લાની સહેરા, મોરવાડહફ, દાહોદ જીલ્લાની લીમખેડા, દેવગઢબારીયા, સુરત શહેરની ઉધના, ચોર્યાસી,વલસાડ જીલ્લાની વલસાડ અને ઉમરગાંવ, નવસારી જીલ્લાની એક સીટ જલાલપોર તેમજ ડાંગ સીટનો સમાવેશ થાય છે.
આ તમામ સીટોમાંથી લીમખેડા અને ડાંગ સીવાયની આઠે-આઠ સીટોમાં ભાજપના ઉમેદવારોને કોંગ્રેસ, તેના સાથી પક્ષ અને આપના ઉમેદવારોના વોટ ભેગા કરો તો પણ કોઈ નુકશાન વગર મોટી લીડ સાથે જીત મળી હતી. લીમખેડા સીટમાં ભાજપના ઉમેદવારને ૬૮,૫૦૨,
આપના ઉમેદવારને ૬૪૦૮૩ અને કોંગ્રેસના ઉમેદવારને ૭૫૮૩ મત મળ્યા તેમજ ડાંગમાં ભાજપ ઉમેદવારને ૬૧,૯૧૩ મત, કોંગ્રેસના ઉમેદવારને ૪૨૩૩૨ મત અને આપના ઉમેદવારને ૨૦૨૧૦ દસ મત મળ્યા હતા.
આ બંને સીટમાં આપ અને કોંગ્રેસના ઉમેદવારોના મત ભેગા કરવામાં આવે તો ભાજપના ઉમેદવારની હાર દેખાતી હતી. આમ લીમખેડા સીટ પર કોંગ્રેસ નડી આમ આદમી પાર્ટીને અને ડાંગ બેઠક પર આમ આદમી પાર્ટી નડી કોંગ્રેસને તેવું સ્પષ્ટ જાેવા મળે છે. વિરોધપક્ષોએ ભાજપને પછાડવા માટે મોંધવારીના મુદ્દાને ચગાવીને ફ્રી વિજળી, સ્વાસ્થય અને શિક્ષણ આપવાના વાયદા કર્યા તેને મહિલાઓએ ફગાવી ભાજપની પડખે બેસવાનું પસંદ કર્યું તે દસ સીટોના આંકડા સૂચવે છે.