ભારતના સ્વદેશી ડ્રોન ‘તપસ’એ સતત ૧૮ કલાક ઉડ્ડયન કર્યું
તપસ ડ્રોન પ્રતિ કલાક રર૪ કિ.મી.ની ઝડપે ઉડવા ઉપરાંત સળંગ એક હજાર કિ.મી. ઉડ્ડયન કરી શકે છે
નવીદિલ્હી, ભારતનું સ્વદેશી ડ્રોન તપાસ ચાંપતી નજર રાખવાની સાથે સાથે હુમલો કરવા પણ સક્ષમ છે. તેણે સતત ૧૮કલાક ઉડ્ડયન કર્યું હતું. તપસનું પુરું નામ ટેકનીકલ એરબોર્ન પ્લેટફોર્મ ફોર એરીયસ સર્વેલન્સ બિયાર્ન્ડ હોરોઈઝન્સ છે. તપસનો અર્થ ગરમી થાય છે.
તે સંસ્કૃત શબ્દ છે. તપસ મીડીયામાં એલીરૂપ લોગ એન્ડયયોરન્સ ડ્રોન મેલ ડ્રોન છે. તેને ડીઆરડીઓની જ એક બ્રાન્ચ એરોનોટીીકલ ડેવલપમેન્ટ એસ્ટાબ્લીશમેન્ટે બનાવ્યું છે. તેનું ઉત્પાદન ર૦૧૬ થી ચાલી રહયું છે. તેની કેટલીય ટેસ્ટ ફલાઈટ થઈ ચુકી છે.
તેને ટુંક સમયમાં લશ્કરની ત્રણેય પાંખમાં સામેલ કરવામાં આવશે. દેશના ત્રણેય લશ્કરી વિભાગે ભુમીદળહવાઈદળ અને નૌકાદળે ૭૬ તપાસની માંગ કરી છે. તેમાંથી ૬૦ ભારતીય લશ્કર પાસે જશે. ભારતીય હવાઈદળ પાસે ૧ર અને ભારતીય નૌકાદળને ચાર ડ્રોન મળશે.
આ ડ્રોન અમેરીકાના જનરલ એટામીકસ એમકયુ ૧ પ્રીડેટર ડોન જેવું જ અમેરીકાએ પ્રીડેટર ડ્રોનને સર્વેલન્સમાં લડાકુ બનાવી દીધું, આ ડ્રોન હોવાથી સપાટી પર પ્રહાર કરતી મિસાઈલ દ્વારા પણ હુમલો કરી શકે છે. તપસ ડ્રોન જાતે જ ટેક ઓફ અને લેન્ડીગ કરી શકે છે.
તે રીયલ ટાઈમ હાઈ રીઝોલ્યુશન ઈન્ટેલીજન્સ સર્વેલન્સ એન્ડ રીકન્સેસ સાર ઈઓ તરીકે કામ કરી શકે છે. જાે લક્ષ્યાંક નકકી કરી દેવાય તો તે લેઝર બીમ લઈ જઈને તેના પર રાત્રે રોશની ફેકી શકે છે. જાે ટાર્ગેટ ફીકસ કરી દેવામાં આવે તો તે લેઝર બીમ નાખીને તેને રોશન કરી શકે છે. તેના પછછી મિસાઈલ કે ફાઈટર જેટ વડે હુમલો કરી શકાય છે.
હવે જાે દુશ્મન નીચી ઉંચાઈએ ઉડી રહયો હોયા તો તે હવાથી સપાટી પર માર કરનારી મિસાઈલ પર હુમલો કરી શકે છે. તે ૩પ૦ કિલોગ્રામ વજન લઈ ઉડી શકે છે. ૩૧.ર ફૂટ લાંબું ડ્રોન ૩પ૦ કિલોગ્રામ વજન લઈ ઉડી શકે છે. તેની વિંગસ્પાના ૬૭.૭ છે. તેમા ત્રણ બ્લેડવાળા પ્રોપલર લાગેલા છે જે તેને ઉડવાની તાકાત પુરી પાડે છે.
તપસ ડ્રોન પ્રતી કલાક રર૪ કિ.મી. ની ઝડપી ઉડી શકે છે. તે સળંગ ર૪ કલાક સુધી ઉડાન કરવાની ક્ષમતા ધરાવે છે. તે મહત્તમ ૩પ હજાર ફૂટની ઉંચાઈ જઈ શકે છે. તે સળંગ એક હજાર કિ.મી સુધી ઉડી શકે છે.