Western Times News

Gujarati News

IPLની આગામી સિઝન માટે ગુજરાત ટાઈટન્સે કમર કસી

અમદાવાદ, IPLની આગામી સિઝન માટે ગુજરાત ટાઈટન્સની ટીમે કમર કસી છે. ગુજરાત ટાઇટન્સ દ્વારા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ટ્રાયલનું આયોજન કરવામાં આવ્યું હતું. ૮ અને ૯ ડિસેમ્બરના રોજ ૫૨ જેટલા આશાસ્પદ ડોમેસ્ટિક સર્કિટના ખેલાડીઓના ટ્રાયલ લેવામાં આવ્યા હતા.

ગુજરાત ટાઇટન્સના હેડ કોચ આશિષ નહેરાએ કહ્યું કે, અમે કેટલાક નવા ખેલાડીઓને રિલીઝ કર્યા છે, કેટલાક ખેલાડીઓ પર અમારી નજર રહેશે. ગુજરાત ટાઇટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખેલાડીઓની ટ્રાયલ લીધી હતી.

ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી અને હેડ કોચ આશિષ નહેરાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જ્યાં ટાઇટન્સે તેના હોમ ગ્રાઉન્ડ-નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ખેલાડીઓની હરાજી પૂર્વે ટ્રાયલ લીધી હતી.

૮, ૯ ડિસેમ્બર એમ બે દિવસ દરમિયાન ખેલાડીઓની ટ્રાયલ લેવામાં આવી હતી, જેમાં ભારતના આશાસ્પદ સ્થાનિક ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટ્રાયલમાં કુલ ૫૨ ખેલાડીઓએ ટ્રાયલમાં ભાગ લીધો હતો. યુવા પ્રતિભાને ઓળખી કાઢવા બે દિવસના કેમ્પના આયોજન અંગે વિક્રમ સોલંકીએ જણાવ્યું હતું કે, આ ટ્રાયલમાં કેટલાક આશાસ્પદ ખેલાડીઓને ઓળખવાની તેઓ તક આપશે.

ગુજરાત ટાઈટન્સના કોચ આશિષ નહેરાએ પણ જણાવ્યું કે, હોમ ગ્રાઉન્ડમાં ગુજરાત ટાઈટન્સનું જીતવું એ તેમની માટે યાદગાર પળ હતી. આગામી સમયમાં ટીમમાં એવા ખેલાડીઓને પર પસંદગી ઉતારવામાં આવશે. સાથે ગુજરાતી ક્રિકેટરને પણ ચાન્સ આપવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.