દિયર સાથે સારું બોન્ડ ધરાવતી મીરાનો થયો ઈશાન સાથે ઝઘડો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/12/Ishan-1024x576.webp)
મુંબઈ, બોલિવુડ એક્ટર શાહિદ કપૂર અને તેની પત્ની મીરા રાજપૂત સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહે છે. મીરા અને શાહિદ સોશિયલ મીડિયા પર એકબીજા માટે પ્રેમ દર્શાવે છે તો બંને એકબીજાની ખેંચવામાં પણ પાછા નથી પડતા. શાહિદના નાના ભાઈ ઈશાન ખટ્ટર સાથે પણ મીરાના મૈત્રીપૂર્ણ સંબંધો છે. દિયર-ભાભી વચ્ચેનું બોન્ડ પણ કેટલીયવાર સોશિયલ મીડિયા પર જાેવા મળી ચૂક્યું છે.
પરંતુ હવે એક એવો વિડીયો સામે આવ્યો છે જે લોકોને ચોંકાવી શકે છે. મીરા રાજપૂતે દિયર ઈશાન પર હાથ ઉપાડ્યો છે! શાહિદ કપૂર અને ઈશાન ખટ્ટરે પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં મીરા ઈશાન પર હાથ ઉપાડતી જાેવા મળે છે.
વિડીયોની શરૂઆતમાં જાેઈ શકો છો કે, મીરા ઈશાનને કોઈ વાતે ટોકતી જાેવા મળી રહી છે. ભાભીની ફરિયાદ લઈને ઈશાન શાહિદ પાસે જાય છે ત્યારે તે તેને ‘મર્દ’ બનવાની સલાહ આપે છે. જુસ્સામાં આવીને ઈશાન મીરા સામે પોતાનો પક્ષ મૂકવા જાય છે પણ મીરા તેને ચૂપ કરાવીને થપ્પડ મારી દે છે.
જાેકે, વિડીયોના અંતે મીરા હસી પડે છે અને ‘દિલ ચાહતા હૈ’નું મ્યૂઝિક વાગે છે. બાદમાં ત્રણેયના મસ્તી કરતાં પોઝમાં ફોટોઝ આવે છે. મતલબ સ્પષ્ટ છે કે, ત્રણેયે આ વિડીયો મસ્તી માટે બનાવ્યો હતો. શાહિદે વિડીયો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, ‘દિલ શું ઈચ્છે છે?’ આ વિડીયો સેલેબ્સ અને ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યો છે. રવિવારની સવાર શાહિદ કપૂરે ભાઈ સાથે બાઈક રાઈડ પર જઈને વિતાવી હતી.
જે બાદ ઈશાન શાહિદના ઘરે બેઠો હતો. ત્યારે મીરા તેને કંઈક સમજાવી રહી હતી. શાહિદે આ તસવીર શેર કરતાં લખ્યું હતું, “જ્ઞાની મા ઈશુને જીવનની અમૂલ્ય સલાહ આપી રહી છે.” ઈશાન પોતાની ભાભી સાથે ખૂબ સારું બોન્ડિંગ ધરાવે છે અને તે કહી ચૂક્યો છે કે મીરા પાસે વિવિધ વિષયો અંગે ખાસ્સું જ્ઞાન છે.
અવારનવાર ઈશાન મીરાના વખાણ કરતો જાેવા મળ્યો છે. શાહિદ કપૂરે મીરા રાજપૂત સાથે ૨૦૧૫માં લગ્ન કર્યા હતા. શાહિદ અને મીરાના બે સંતાનો છે- દીકરી મિશા અને દીકરો ઝૈન. વર્કફ્રંટની વાત કરીએ તો, શાહિદ કપૂર હવે અનીસ બઝમીની એક્શન ફિલ્મ ‘બ્લડી ડેડી’માં જાેવા મળશે તેવી ચર્ચા છે.
આ સિવાય રાજ અને ડીકેની ફિલ્મ ‘ફરઝી’માં દેખાશે. ઈશાન ખટ્ટર બ્રિગેડિયર બલરામ સિંહ મહેતાની જિંદગી આધારિત ફિલ્મ ‘પિપા’માં જાેવા મળશે.SS1MS