દર વર્ષે વાહન વીમો રીન્યુ કરાવવાની કડાકુટમાંથી મળશે મુકિતઃ
લાંબાગાળાની પોલીસી લઈ શકાશે-ગ્રાહકોને મળશે વ્યાપક વિકલ્પઃ ઈરડાએ જાહેર કર્યો પ્રસ્તાવ
નવીદિલ્હી, હવે ગ્રાહકોને દર વર્ષે કાર-ટુ વ્હીલર વીમાને દર વર્ષે રીન્યુ કરવાની કડાકામાંથી મુકિત મળી શકે છે. ભારતીય વીમા નિયામક અને વિકાસ ઓથોરીટી ઈરડા એ વાહનો માટે લાંબા સમયગાળાવાળા વીમા પોલીસીી આપવાનો પ્રસ્તાવ કર્યો છે.
જે અંતર્ગત ટુ વ્હીલર વાહનો માટે પાંચ વર્ષ અને કારો માટે ત્રણ વર્ષનો વાહન વીમો ઈસ્યુ કરાશે. જેનો ઉદેશ દેશમાં વીમાના પ્રસારને વધારવાનો અને ગ્રાહકને વિકલ્પ આપવાનો છે.
ઈરડાએ આ પ્રસ્તાવના મુસદો જાહેર કર્યો છે. જેમાં ગ્રાહકોએ દર વર્ષે વીમાના નવીનીકરણ રીન્યુથી રાહત આપવાની વાત કહેવામાં આવી છે. તેના માટે ‘દીર્ઘકાલીક મોટર ઉત્પાદક પોલીસી લાવવામાં આવશે. જે અંતર્ગતથર્ડ પાર્ટી વાહન વીમા અને સ્વયંને થયેલી ક્ષતી વીમા લાંબા સમયગાળા માટે જાહેર કરવામાં આવશે.
આ બારામાં ઈરડાએ બધા પક્ષો પાસેથી અભિપ્રાય માંગ્યા છે. અગાઉ પણ બન્યો હતો આ નિયમ આ પ્રકારનો મુસદો વર્ષ ર૦૧૮માં પણ તૈયાર થયો હતો. પરંતુ ર૦૧૯માં કોરોના મહામારીને લઈને તેના પર વિરામ લાગી ગયો હતો. ઈરાડાએ અત્યારે કહયું હતું કે આ પ્રસ્તાવને લાગુ કરવામાં અનેક પ્રકારના વિધ્નો આવ્યા હતા
જે અંતર્ગત આ નિયમ માત્ર નવા વાહનો પર લાગુ થવાનો હતો જુના પર નહી, શું છે આ યોજનામાં ? ઈરડા અનુસાર બધી કંપનીઓ લાંબા સમયગાળા વાળો વાહન વીમો જાહેર કરી શકશે. ખાનગીકારો માટે ત્રણ વર્ષ અને ટુ વ્હીલરો માટે પાંચ વર્ષ સુધીનો વાહન વીમીો લઈ શકાશે.
જાેકે ગ્રાહકો પાસે એ વિકલ્પ રહેશે કે તે કેટલા વર્ષ માટે વીમો લેવા માગે છે. એ અનુસાર પ્રીમીયમ નકકી થશે.